Fri May 01 2026

Logo

24 કલાક બાદ ગ્રહોના સેનાપતિ મંગળ કરશે ગોચર, પાંચ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો...

2026-05-01 17:00:07
Author: Darshna Visaria
Article Image

આજથી મે મહિનો શરૂ થઈ ગયો છે અને મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આવતીકાલે એટલે કે બીજી મેના રોજ ગ્રહોના સેનાપતિનો ઉદય થઈ રહ્યો છે. મંગળનો ઉદય જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળનો ઉદય કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન લાવશે. 

વૈદિક જ્યોતિષમાં મંગળને ઉર્જા, સાહસ અને શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવે છે અને 'અસ્ત' થાય છે, પરંતુ સૂર્યથી દૂર થતાં તે ફરી પ્રભાવી બની 'ઉદય' પામે છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મંગળનું ઉદય એ કેટલીક રાશિના જાતકો માટે અપરંપાર લાભની તક લઈને આવશે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષ: 

મેષ રાશિના જાતકો માટે ગ્રહોના સેનાપતિ મંગળનું ઉદય થવું એ લાભદાયી સાબિત થવાનું છે. મંગળ જ મેષ રાશિના સ્વામી હોવાથી આ સમયે અટકી પડેલાં કાર્યો પૂર્ણ થશે અને કરિયરમાં નવી તકો મળશે. સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. ઘર-પરિવારમાં પણ હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ સાબિત થવાનો છે. આ સમયે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમયે કામના સ્થળે નવી નવી જવાબદારીઓ મળવાથી માન-સન્માન વધશે. આવકમાં વધારો અથવા પ્રમોશનના મજબૂત યોગ બની રહ્યા છે. બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ આર્થિક બાબતોમાં આ સમય અત્યંત લાભદાયક રહેશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ આ સમયે મજબૂતી આવી રહી છે. 

વૃશ્ચિક: 

આ રાશિના જાતકો માટે મંગળનું ઉદય થવું જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવશે. જૂના વિવાદોમાંથી મુક્તિ મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. પ્રોપર્ટી કે રોકાણના કામોમાં મોટો આર્થિક લાભ મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આ સમયે તમને દરેક કામમાં સફળતા મળશે. ઘર-ગાડી ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. 

મકર: 

મકર રાશિના જાતકો માટે લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની મુશ્કેલીઓનો અંત આવશે. આ સમયગાળો નવા કામ શરૂ કરવા માટે એકદમ અનુકૂળ છે. તમને દરેક કામમાં સફળતા મળી રહી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં આ સમયે મજબૂતી આવી રહી છે.

વધુ જુઓ...