Mon Sep 07 2026

Logo

સૂર્ય બદલશે પોતાની ચાલ! કન્યા રાશિમાં સૂર્યદેવના પ્રવેશથી ત્રણ રાશિના ચમકશે સિતારા; કરિયરમાં મળશે બમ્પર પ્રમોશન

2026-09-05 18:37:08
Author: Darshana Visaria
સૂર્ય બદલશે પોતાની ચાલ! કન્યા રાશિમાં સૂર્યદેવના પ્રવેશથી ત્રણ રાશિના ચમકશે સિતારા; કરિયરમાં મળશે બમ્પર પ્રમોશન

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યદેવનું રાશિ પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 17મી સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 7.50 કલાકે વાગ્યે સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહમાંથી નીકળીને બુધના સ્વામિત્વવાળી કન્યા રાશિમાં ગોચર કરશે. સૂર્યદેવ 17મી ઓક્ટોબર, 2026 સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે, જે બાદ તેઓ તુલા રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્યદેવ આત્મવિશ્વાસ, નેતૃત્વ, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને કારકિર્દીના કારક છે, જ્યારે કન્યા રાશિના સ્વામી બુધ બુદ્ધિ, તર્ક, ગણતરી અને વેપારના કારક છે. સૂર્ય અને બુધના આ સમન્વયથી આ 30 દિવસ દરમિયાન આયોજનબદ્ધ કામ કરનારાઓને ઉત્તમ પરિણામો મળશે. ખાસ કરીને મેષ, ધન અને મકર રાશિના જાતકો માટે આ ગોચર ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થશે.

મેષ:

મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે સક્રિયતા અને ઊર્જામાં વધારો થશે. નોકરીમાં નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ શકે છે, જેમાં તમારી ક્ષમતા સાબિત કરવાની શ્રેષ્ઠ તક મળશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો ગતિ પકડશે. નવી નોકરી કે જોબ ચેન્જ કરવા માંગતા લોકો માટે ઉત્તમ વિકલ્પો સામે આવશે. વેપારીઓને નવા વ્યાવસાયિક સોદા મળવાની પ્રબળ શક્યતા છે.

ધન:

ધન રાશિ માટે આ ગોચર કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. કાર્યસ્થળે તમારા નિર્ણયો અને મંતવ્યોનું મહત્વ વધશે તથા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. બિઝનેસ કરતા જાતકોને પોતાના વેપારનું વિસ્તરણ કરવાની નવી તકો મળશે. ભૂતકાળમાં બનાવેલા જૂના સંપર્કો કે નેટવર્કિંગ આ સમયે મોટો આર્થિક લાભ કરાવી શકે છે.

મકર:

મકર રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર આર્થિક સ્થિતિ અને પ્રોફેશનલ લાઈફમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે. લાંબા સમયથી કરેલી સખત મહેનતનું ધાર્યું પરિણામ મળશે. તમારી કાર્યશૈલી અને સમર્પણથી સિનિયર અધિકારીઓ પ્રભાવિત થશે. બિઝનેસમેનોને જૂના રોકાણ કે ડીલમાંથી સારો આર્થિક નફો થશે અને આવકના નવા સ્ત્રોત ખુલવાથી બેંક બેલેન્સ વધશે.

30 દિવસ દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન:

આ 30 દિવસના સમયગાળા દરમિયાન શિસ્ત અને યોગ્ય આયોજનથી કામ કરવું ફાયદાકારક રહેશે. સૂર્યદેવના આ ગોચર દરમિયાન કોઈપણ મોટા નાણાકીય રોકાણ કે કરારમાં ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ.

વધુ જુઓ...