વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનની જેમ જ તેમનું નક્ષત્ર પરિવર્તન પણ માનવ જીવન પર ઊંડી અસર કરે છે. ચાર દિવસ બાદ એટલે કે 16મી જૂન, 2026ના રોજ સાહસ, ઉર્જા અને ભૂમિના કારક ગ્રહ મંગળદેવ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 16મી જૂનના રોજ મંગળ ગ્રહ સૂર્યના સ્વામિત્વવાળા 'કૃત્તિકા નક્ષત્ર'માં પ્રવેશ કરશે. મંગળ અને સૂર્ય બંને અગ્નિ તત્વના ગ્રહો હોવાથી આ ગોચર અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. મંગળના આ નક્ષત્ર પરિવર્તનથી ચાર વિશેષ રાશિના જાતકોના 'અચ્છે દિન' શરૂ થવાના છે અને તેમને વાહન, પ્રોપર્ટી તેમજ કરિયરમાં મોટી સફળતા મળવાના મજબૂત યોગ છે.
મેષઃ
મંગળનું આ નક્ષત્ર ગોચર મેષ રાશિના જાતકો માટે કોઈ વરદાનથી કમ નથી. નોકરીયાત વર્ગને ઓફિસમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળવાની પ્રબળ સંભાવના છે. કાર્યસ્થળ પર તમારા મેનેજમેન્ટ અને કામની ભરપૂર પ્રશંસા થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને બેસ્ટ ઓફર મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળવાથી આર્થિક સ્થિતિ લોખંડ જેવી મજબૂત બનશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે ૧૬ જૂનથી જાણે ગોલ્ડન ટાઈમ શરૂ થઈ જશે. તમારી આવકમાં બમ્પર વધારો થવાના સંકેતો છે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા છો, તો તેમાં જબરદસ્ત સફળતા મળશે. સમાજમાં તમારું પદ, પ્રતિષ્ઠા અને માન-સન્માન વધશે. ભૂતકાળમાં કરેલા રોકાણથી આ સમયે મોટો નફો થઈ શકે છે અને પ્રોપર્ટીને લગતા જૂના વિવાદોનો કાયમી ઉકેલ આવશે.
વૃશ્ચિકઃ
મંગળનું કૃત્તિકા નક્ષત્રમાં જવું વૃશ્ચિક રાશિના જાતકોને અણધાર્યો ધનલાભ કરાવી શકે છે. નસીબનો પૂરો સાથ મળવાના કારણે જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓનો અંત આવશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને પોતાની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે. આ ઉપરાંત, આ રાશિના જાતકો માટે વિદેશ યાત્રા અથવા વિદેશથી વેપાર વધારવાના મજબૂત યોગ બની રહ્યા છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક મોરચે મોટી રાહત લઈને આવશે. આવકના નવા અને વૈકલ્પિક સ્ત્રોત ઉભા થશે, જેના કારણે જૂના દેવા કે લોનમાંથી મુક્તિ મેળવવામાં સફળતા મળશે. ફસાયેલા કે અટકેલા નાણાં અચાનક પાછા મળી શકે છે. કરિયરમાં સુવર્ણ તકો હાથ લાગશે અને આ પ્રગતિમાં તમને ભાઈ-બહેનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે.
કુંડળીમાં મંગળને મજબૂત કરવાના અચૂક ઉપાય:
જો તમારી કુંડળીમાં મંગળ નબળો હોય અથવા અશુભ ફળ આપી રહ્યો હોય, તો આ ગોચર દરમિયાન નીચેના ઉપાયો કરવાથી લાભ થાય છે.
રોજ નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરો.
મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને ગોળ અને મસૂરની દાળનું દાન કરો.