Wed Jul 29 2026

Logo

પશ્ચિમ બંગાળ ઈલેક્શન: મમતા બેનર્જીએ નંદીગ્રામની બેઠક છોડી, ટીએમસીએ 291 ઉમેદવારો જાહેર કર્યા

2026-03-17 17:10:00
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. કુલ 291 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમત બેનર્જી ભવાનીપુરમાંથી ચૂંટણી લડશે. તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોની યોદી જાહેર કરતા દીદીએ કહ્યું હતું કે, ચૂંટણીપંચ ભારતીય જનતા પાર્ટી તરફથી સારી રમત રમી રહી છે. 

ચૂંટણી પંચે પણ પ્રચાર કરવો જોઈએ

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચે પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તૃણમુલ કોંગ્રેસ વિધાનસભાની આ ચૂંટણીમાં 226 થી વધારે બેઠક પર જીત મેળવશે. મમતા બેનર્જી વર્ષ 2021માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ચૂક્યા છે. એ પછી તેઓ ભવાનીપુરથી પેટાચૂંટણી લડ્યા અને વિજય પ્રાપ્ત કરીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા. આ વખતે હવે તેમણે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તૃણમુલ કોંગ્રેસે પાર્ટીમાં સામેલ થયેલા પવિત્રા કાર્કેઈને ટિકિટ આપી છે. 

પત્રકાર પરિષદમાં શું કહ્યું?

કૉલકાતાના કાલિધાટ વિસ્તારમાં આવેલી તૃણમુલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ભવાનીપુર બેઠક પરથી મમતા અને સુવેંદુ અધિકારી વચ્ચે ટક્કર થવાની છે. આ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે તેમણે બોયકોટ બીજેપી અને નો વોટ ફોર ભાજપનો નારો આપ્યો છે. 

આ ઉપરાંત એવો દાવો પણ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 50 બેઠક પણ નહીં જીતી શકે. વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદાવારોની યાદી જાહેર કરી ચૂકી છે. આ યાદીમાં બંગાળ ભાજપના મોટાનેતા પ્રતિપક્ષ સુવેંદું અધિકારી ભવાનીપુરથી લડી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં બદલી કરવામાં આવેલા સચીવ અને પોલીસ અધિકારીને લઈ દીદીએ ભાજપ પણ ટોણો માર્યો હતો. 

ચૂંટણી પહેલા જ ટ્રાન્સફર

ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ મુખ્ય સચીવ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ભાજપને કોઈ કાયદો લાગુ પડતો નથી, તેઓ જ નિયમનો ભંગ કરે છે, હવે ચૂંટણીના મેદાને ઊતરવાનો સમય આવી ચૂક્યો છે. 
આ બંગાળના અસ્તિત્ત્વની લડાઈ છે, ભાજપને કોઈ બેઠક મળે એનો કોઈ ચાન્સ નથી. મા, માટી અને માનુષી જીતશે, દિલ્હીના લાડવા અહીંયા ન જીતે.ચૂંટણી શરૂ થાય એ પહેલા જ અધિકારીઓને હટાવી દીધા, સુપર ઈમરજન્સી લગાવીને સરકાર પર કબજો કરી રાખ્યો છે. ઈદ પહેલા જ ટ્રાંસફર કરી દીધી. હવે કયો દાવ ખેલવાની આ યોજના છે?