મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે આજે બોમ્બે હાઈ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ વર્ષે ગણેશ ચતુર્થીના તહેવાર માટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનેલી મૂર્તિઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો શક્ય નથી, પરંતુ આવી મૂર્તિઓને ધીમે ધીમે દૂર કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
રાજ્યના અગ્રણી કાયદાકીય અધિકારીએ ખંડપીઠને જણાવ્યું હતું કે સરકાર માટીની ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનું પાલન કરશે, પરંતુ આ વર્ષે 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા તહેવાર દરમિયાન આવું કરવું મુશ્કેલ બનશે.
આ રજૂઆત પછી ગયા અઠવાડિયે ન્યાયમૂર્તિ અજય ગડકરી અને ન્યાયમૂર્તિ કમલ કાન કી બાત કાર્યક્રમ ખંડપીઠે ભક્તોને પીઓપીની બનેલી મૂર્તિઓને બદલે માટીની ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. ગયા અઠવાડિયે ખંડપીઠે સરકારને માટીની મૂર્તિઓના ઉપયોગ માટે મોદીની અપીલ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ મંગળવારે હાઈ કોર્ટને માહિતી આપી હતી કે સરકાર વડા પ્રધાનની અપીલનું ગંભીરતાથી પાલન કરશે, પરંતુ અદાલતને વિનંતી કરવામાં આવી હતી કે આ વર્ષે 2025માં આપવામાં આવેલા આદેશને ચાલુ રાખવામાં આવે.
એ આદેશ અનુસાર પીઓપીથી તૈયાર કરવામાં આવેલી છ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓને સમુદ્રમાં વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સાઠેએ ખાતરી આપી હતી કે સરકાર ધીમે ધીમે પીઓપી મૂર્તિઓના ઉપયોગને તબક્કાવાર દૂર કરશે.
અરજીઓમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી 2020ની માર્ગદર્શિકાના કડક અમલીકરણની માંગ કરવામાં આવી હતી. માર્ગદર્શિકા અનુસાર પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કુદરતી જળાશયોમાં ન કરવું જોઈએ
પીઓપી મૂર્તિ ઉત્પાદકો દ્વારા કેટલીક અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો પીઓપી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો વ્યવસાય કરવાના તેમના મૂળભૂત અધિકારને અસર થશે.