Wed Jul 29 2026

Logo

મહારાષ્ટ્ર સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: ઈ-પાક નોંધણી માટે ઓફલાઇન ફોટો અપલોડ કરી શકાશે

2026-03-04 19:21:36
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે નબળી નેટવર્ક કનેક્ટિવિટી અને સર્વર સમસ્યાઓના કારણે ખેડૂતોને પડતી સમસ્યાઓના ઉકેલ માટે ઈ-પાક વાવણી નોંધણી પ્રક્રિયા માટે ઓફલાઇન ફોટો અપલોડ સુવિધા શરૂ કરી હોવાનું વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું.

બજેટ સત્રના પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય અનિલ પાટીલ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે નવી પદ્ધતિથી ખેડૂતો ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના પણ તેમના ઉભા પાકના ફોટોગ્રાફ્સ લઈ શકશે. નેટવર્ક ઉપલબ્ધ થયા પછી ફોટોગ્રાફ આપમેળે સિસ્ટમ પર અપલોડ થશે.'

પાટીલે ધ્યાન દોર્યું હતું કે ઈ-પાક વાવણી નોંધણી પ્રણાલી 2021થી મોટા પાયે કાર્યરત છે અને 2025-26 થી તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને નેટવર્કના અભાવ, સર્વર ડાઉનટાઇમ, જીપીએસ ક્ષતિ અને અધિકારીઓની અનુપલબ્ધતાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈ-પાક નોંધણી માટે હવે ડિજિટલ ક્રોપ સર્વે સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

આ સિસ્ટમ હેઠળ, ખેડૂતો તેમના મોબાઈલ ફોન પર ઓફલાઇન મોડમાં પાકના ફોટા કેપ્ચર કરી શકે છે, જેનાથી કનેક્ટિવિટી સમસ્યાઓના કારણે થતા વિક્ષેપની સમસ્યા ઘટશે એનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોએ વાવણીના 55 દિવસની અંદર ઈ-પાક વાવણી નોંધણી પૂર્ણ કરવી જરૂરી છે. ત્યારબાદ બાકીની પ્રક્રિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે.
(પીટીઆઈ)