Sun Oct 04 2026

Logo

નયનતારાનો દેવી અવતાર! ‘મહાશક્તિ’નું ટિઝર રિલીઝ

2026-09-17 13:14:00
Author: Mumbai Samachar Team
નયનતારાનો દેવી અવતાર! ‘મહાશક્તિ’નું ટિઝર રિલીઝ

મુંબઈઃ આસ્થા અને ભક્તિના રંગની રંગોળી કરનારી ફિલ્મ 'હનુમાનઅંશ' જોરદાર રીતે સફળ સાબિત થઈ છે. આ સફળતા બાદ આધ્યાત્મને વેગ આપતી નવી એક ફિલ્મ આવી રહી છે, જેમાં સાઉથની સુપરસ્ટાર નયનતારા દેવીના અવતારમાં જોવા મળશે. મુકુથી અમ્મનના રૂપમાં તે ફરીવાર સ્ક્રિન પર જોવા મળશે. સાઉથના જ સુપરસ્ટાર યશ સાથે સ્ક્રિન શૅર કર્યા બાદ હવે તે લીડરોલમાં નવા અંદાજમાં દેખાશે. 'મહાશક્તિ' નામની એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું ટિઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

સાઉથની ફિલ્મથી પ્રેરિત
આ ફિલ્મ વર્ષ 2020માં આવેલી ફિલ્મ મુકુથી અમ્મનની સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મે પણ દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ જ ફિલ્મની હિન્દી સિક્વલમાં હવે વાર્તામાં કંઈક નવું જોવા મળી શકે છે. મેકર્સે અઢી મિનિટનું ટિઝર રિલીઝ કર્યું છે. જે રૂવાડા ઊભા કરી દે છે. ટિઝર જોયા બાદ ફેન્સ આ ફિલ્મના વીડિયો પર બાહુબલી ફિલ્મનો એક ટેગ આપી રહ્યા છે. 'મહાશક્તિ'ના ટિઝરમાં દમદાર વિઝ્યુઅલ ઇફેક્ટ જોવા મળે છે. સીમ દમદાર છે અને દરેક ફ્રેમમાં નયનતારાના એક બેસ્ટ એક્સપ્રેશન જોવા મળે છે. દમદાર અને પ્રભાવશાળી એન્ટ્રી સાથે નયનતારા ફરીવાર સ્ક્રિન પર છવાઈ જશે. સ્ટોરી કેન્વાસ કરતા પણ લાર્જ થાય અને ઈફેક્ટને કારણે ફિલ્મ અલગ પડે એવી પૂરી શક્યાઓ છે. ફિલ્મમાં ખાસ પ્રકારની વિઝ્યુઅલ ટ્રિટમેન્ટ કરવામાં આવી છે. 'મહાશક્તિ' કોઈ સાઉથની ફિલ્મની બેઠી કોપી નહીં હોય પણ વાર્તાને વિસ્તાર આપતી ફિલ્મ હશે. આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થવાની છે. 

ફિલ્મને લઈ ખૂબ જ આશા
હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં ફિલ્મ આવી રહી છે. ઉત્તર ભારતમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનને લઈ વાત ચાલી રહી છે. મહાશક્તિના ટિઝરે ફરીવાર આધ્યાત્મના વિષયને વેગ આપી દીધો છે. સનાતન ધર્મની એક અલગ કહાની અને શાસ્ત્રો સાથે જોડાયેલી વાત ફરીવાર જોવા મળશે. એક્શન સિક્વન્સ સાથે એક એક નવા ફ્લેવરમાં સ્ક્રિન તૈયાર થયેલી દેખાશે. આ માટે નયનતારાએ પણ સારી એવી મહેનત કરી હોવાનું ટિઝરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેવીના અવતારમાં નયનતારાનો લૂક પણ સારો લાગી રહ્યો છે. ફેન્સને પણ આ લૂક પસંદ પડી રહ્યો છે. સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, 'ટોક્સિક' પહેલા જ આ ફિલ્મનું પ્લાનિંગ થઈ ગયું હતું. 'ટોક્સિક' ખરાબ રીતે પીટાઈ જતા હવે આ ફિલ્મથી નયનતારાને સારી એવી આશા છે કે, ફિલ્મ હિટના સિમ્બોલને સ્પર્શી જાય. આ ફિલ્મ નવેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે.