Thu Jun 18 2026

Logo

ગેંગસ્ટર મુખ્તાર અંસારીના સાગરીત શોએબની ગોળી મારીને હત્યા...

2026-02-13 15:53:33
Author: Chandrakant Kanoja
Article Image

બારાબંકી : ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીના સાગરીત અને  શૂટર શોએબ ઉર્ફે બોબીની બારાબંકીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે . શોએબ  લખનૌ જેલર હત્યા કેસમાં આરોપી હતો. હાલમાં  શોએબ બારાબંકીમાં વકીલાત કરતો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,  હુમલાખોરોએ શોએબની  કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં 10 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારના લીધે  નજીકના લોકોમાં ભયમાં મુકાયા હતા.  ફાયરિંગ બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી

આ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ શોએબને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ધોળા દિવસે થયેલી આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. 

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ 

આ ગોળીબાર બાદ પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જૂની અદાવત કારણભૂત માનવામાં આવે છે.   જોકે પોલીસે જણાવ્યું છે કે તેઓ તમામ પાસાઓની તપાસ કરશે. આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. જયારે સલામતીના ભાગરૂપે  વિસ્તારમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.