Wed Jul 29 2026

Logo

શું તમે જાણો છો કે એક કલાકમાં કેટલું ઈંધણ વાપરે છે એલપીજી લઈને આવેલું જહાજ શિવાલિક?

2026-03-16 20:42:14
Author: Darshana Visaria
Article Image

ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને કારણે દુનિયાભરમાં ગેસ, ક્રુડ ઓઈલને લઈને ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આજે કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચી રહેલું વિશાળ એલપીજી ટેન્કર શિવાલિક (Shivalik) સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. આ બધા વચ્ચે સવાલ થાય એ સ્વાભાવિક છે કે ઈંધણ લઈને આવેલું શિવાલિક જહાર ખુદ એક કલાકમાં કેટલું ઈંધણ વાપરે છે? જો તમને પણ આ સવાલ થયો હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. ચાલો જોઈએ શું છે આ સવાલનો જવાબ... 

ઈઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા જઈ રહેલાં તણાવને કારણે ઈંધણની સપ્લાય અને તેની કિંમતો પર સૌની નજર છે ત્યારે આજે કચ્છના મુન્દ્રા પોર્ટ પર એલપીજી કેરિયર 'શિવાલિક' પહોંચવાનું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધના માહોલ વચ્ચે ભારત માટે ગેસની અવિરત સપ્લાય જાળવી રાખવી એ એક પડકાર સમાન છે. આવા સમયે આટલા મોટા જથ્થામાં એલપીજી લઈને આવતું જહાજ ભારતની ઉર્જા જરૂરિયાતો માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

વાત કરીએ આ વિશાળકાય ટેન્કર એક લકારમાં કેટલા ઈંધણનો વપરાશ કરે છે એની તો તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોટા કદના એલપીજી કેરિયર્સ જ્યારે સમુદ્રમાં મુસાફરી કરે છે, ત્યારે તેમનો ઈંધણ વપરાશ સામાન્ય વાહનોની સરખામણીએ અકલ્પનીય હોય છે.  સામાન્ય રીતે આવા વિશાળ જહાજો એક કલાકની મુસાફરી દરમિયાન હજારો લિટર ઈંધણ (Marine Fuel) વાપરે છે.

જોકે, શિવાલિક જહાજ એક કલાકમાં કેટલું ઈંધણ વાપરે છે એ વિશે કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન તો ઉપલબ્ધ નથી. પરંતુ આ કદનું એક વિશાળ જહાજ જ્યારે સમુદ્રમાં એક્ટિવ હોય છે, ત્યારે તે દરરોજ આશરે 35થી 50 ટન હેવી ફ્યુઅલ ઓઈલ (HFO)નો વપરાશ કરે છે. આ ઈંધણ ખાસ કરીને મોટા માલવાહક જહાજો માટે બનાવવામાં આવેલું ઘટ્ટ અને શક્તિશાળી તેલ હોય છે. આ જહાજ પ્રતિ કલાક આશરે દોઢથી બે ટન ઈંધણ બાળે છે. 

લિટરના હિસાબે જોઈએ તો, તે દર કલાકે આશરે 1800 થી 2400 લિટર તેલ ગટગટાવી જાય છે. જોકે, ઈંધણનો સચોટ જથ્થો જહાજની ઝડપ, એન્જિન પરનો લોડ, દરિયાઈ મોજાંની સ્થિતિ અને લાદવામાં આવેલા માલના વજન પર પણ આધાર રાખે છે. એટલે ચોક્કસ એવું તો ના કહી શકાય કે શિવાલિકે પણ આટલું જ ઈંધણ વાપર્યું હશે. 

વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેનાથી આ જહાજોના ઓપરેશનલ ખર્ચમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં, એકસાથે લાખો ટન ગેસ લાવવાની ક્ષમતાને કારણે તે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...