નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષ હંગામા વચ્ચે સ્પીકર વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત નકારવામાં આવી છે. લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અને ધ્વનિ મત દ્વારા રદ કરવામાં આવી છે. તેની બાદ સ્પીકર જગદંબિકા પાલે ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. લોકસભાના સ્પીકર સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ બેઠક દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો,. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ પાસેથી માફીની માંગ કરી
ગૃહમંત્રી અમિત શાહના ભાષણ દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. તેમજ વિરોધ કરી રહેલા વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ પાસેથી માફીની માંગ કરી હતી. લોકસભા સ્પીકરે વિપક્ષી સભ્યોને બેસવા કહ્યું, અને જ્યારે તેઓએ ના પાડી, ત્યારે તેમણે કહ્યું, તમે સત્ય સાંભળવા માંગતા નથી. આ હોબાળા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. તેમણે કહ્યું, ડોકલામ વિવાદ દરમિયાન કોંગ્રેસના નેતાઓ ચીન ગયા, ચીની દૂતાવાસમાં ગુપ્ત બેઠકો કરી અને કોંગ્રેસે જ અક્સાઈ ચીન ચીનને સોંપ્યું હતું.
અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલતા નથી. તેમણે કહ્યું કે 17મી લોકસભામાં વિપક્ષના નેતાની હાજરી માત્ર 51 ટકા હતી. ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.