Fri May 15 2026

Logo

કેતુનો મધામાં પ્રવેશ: આગામી ૩૨ દિવસ આ ૩ રાશિઓ માટે 'અગ્નિપરીક્ષા' સમાન, જાણો ક્યાંથી આવી શકે છે આફત?

2026-05-15 16:16:40
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને એક રહસ્યમયી અને છાયા ગ્રહ માનવામાં આવે છે. કેતુનો પ્રભાવ જ્યારે કોઈ નક્ષત્ર પર પડે છે, તો તે જીવનમાં અચાનક બદલાવ લાવે છે. વર્તમાનમાં કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને હવે તે મધા નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે. કેતુનું આ નક્ષત્ર પરિવર્તન ઘણા જાતકો માટે મુશ્કેલી લાવી શકે છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર માયાવી ગ્રહ કેતુ 29મી મે 2026ના સવારે 10.16 કલાકે મઘા નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે. તે આ સ્થિતિમાં 30મી જૂન, 2026 સુધી રહેશે. મઘા નક્ષત્રના આ ચરણના સ્વામી બુધ છે. બુધ બુદ્ધિ અને વ્યાપારના કારક છે, તેથી કેતુનું આ ગોચર વિશેષ રૂપથી નિર્ણય ક્ષમતા અને આર્થિક નિર્ણયને પ્રભાવિત કરશે.

જ્યોતિષશાસ્ત્રમાં દરેક નક્ષત્રના ચાર ચરણ કે પદ હોય છે. મઘા નક્ષત્રનું ત્રીજું પદ મિથુન નવાંશમાં આવે છે, જેના સ્વામી બુધ છે. કેતુનું આ પદમાં હોવું વ્યક્તિને માનસિક રૂપે બેચેન કરી શકે છે. કારણ કે મઘા દેવતાના પિતૃ છે, તેથી આ સમય પૂર્વજોના કાર્યો કે જૂની પારિવારિક સંપત્તિઓના વિવાદને બહાર લાવી શકે છે.

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આ સમય સંભાળીને રહેવાનો છે. કેતુના પ્રભાવથી તમારા કામ અટકી શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓની સાથે તાલમેલ બેસાડવામાં સમસ્યા આવશે. આ દરમિયાન કોઈ નવા વ્યાપારિક રોકાણ કે સમજુતિથી બચવું જોઈએ, બાકી આર્થિક નુકસાન થઈ શકે છે. 

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર કરિયરમાં દબાવ ઉભો કરશે. તમારે મહેનતનું ફળ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. આ દરમિયાન તમે ખુદને એકલા કે ભ્રમિત અનુભવી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. 

મીનઃ

મીન રાશિના જાતકોએ પોતાની વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું પડશે. વેપારમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લો. કેતુની સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને અસ્થિર કરી શકે છે, તેથી ખોટા ખર્ચા પર લગામ લગાવો. લગ્ન જીવનમાં નાની-નાની વાતો પર તણાવ થવાની આશંકા છે.

વધુ જુઓ...