Fri Jun 12 2026

Logo

કેટરિના કૈફના કમબેકને લઈને મોટો ખુલાસો! કઈ ફિલ્મમાં મળશે લીડ રોલ?

2026-06-12 16:16:56
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વિક્કી કૌશલની વાઈફ કેટરિના કૈફ પોતાનું પેરેન્ટિંગ એન્જોય કરી રહી છે, જ્યારથી એને ત્યાં ગૂડન્યૂઝના સંકેત મળ્યા હતા એ સમયથી તેણે ફિલ્મોમાંથી એક લાંબો બ્રેક લઈ લીધો હતો. હવે સમાચાર એવા મળી રહ્યા છે કે, તે હવે સંપૂર્ણ રીતે ફીટ છે અને કમબેક કરવાની તૈયારીમાં છે. પણ કઈ ફિલ્મથી સિનેસ્ક્રિન પર આવશે એ નક્કી નથી. 

થોડા સમય પહેલા વિગત એવી મળી હતી કે, તેની પાસે કોઈ સ્ક્રિપ્ટ છે અને તે એના પર કામ કરી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પરથી કમબેક કરવાનું વિચારી રહી છે. પણ હજુ સુધી તે ક્યા પ્રોજેક્ટ પર કામ કરશે એ નક્કી નથી. તબ્બુના કરિયરની સૌથી સફળ ફિલ્મ 'ચાંદની બાર'ની સિક્વલમાં તે ફરીવાર જોવા મળી શકે છે. આ ફિલ્મમાં તે લીડરોલ પ્લે કરી શકે છે. 

કેટલા નેશનલ એવોર્ડ મળ્યા?

રિપોર્ટ અનુસાર 'ચાંદની બાર-2'માં તે કોઈ આઈકોનિક રોલ પ્લે કરી શકે છે. ફાઈનલ કાસ્ટમાં તે પહેલા ક્રમે હોઈ શકે છે. પણ મેકર્સે હજુ સુધી કોઈ પ્રકારનું ઓફિશિલ એનાઉસમેન્ટ કર્યું નથી. વર્ષ 2001માં ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'ચાંદની બાર' આવી હતી.આ ફિલ્મ મધુર ભંડારકરે બનાવી હતી. 
મુંબઈના અંડરવર્લ્ડ પર આધારિત ફિલ્મની વાર્તામાં તબ્બુ કેન્દ્રમાં હતી. ડાન્સ બાર, દેહ વેપારનો ધંધો, નશો અને મર્ડરની સ્ટોરી એ 'ચાંદની બાર'માં હતી. બોક્સિ ઓફિસ પર એ સમયે પણ આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. લોકોએ તબ્બુના દમદાર અભિનયના જોરદાર વખાણ કર્યા હતા. એટલું જ નહીં ફિલ્મ ચાર-ચાર નેશનલ એવોર્ડ જીતી ગઈ હતી. હવે પાર્ટ-2ને લઈને કેટરિનાનું નામ સામે આવી રહ્યું છે પણ તે સાઈન કરશે કે નહીં એ હજુ સુધી ફાઈનલ નથી. એક્ટ્રેસ કોઈ સારી સ્ક્રિપ્ટ સાથે કમબેક કરવા માગે છે. ઘણા સમયથી આ અંગેના વાવડ મળી રહ્યા છે. 

કોઈ સ્પષ્ટતા નહીં

કેટરિનાની ટીમને જ્યારે પૂછવામાં આવ્યું એ સમયે ટીમે કોઈ વાત કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. તે ઓટીટી પ્લેટફોર્મથી કમબેક કરવાનું વિચારી રહી છે પણ નક્કી નથી કે તે ક્યા પ્રોજેક્ટને લઈને કામ કરે. કોઈ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે પણ તે ફિલ્મ કઈ છે અને તેનું નામ શું છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.હવે એક્ટ્રેક ક્યા પ્રોજેક્ટ પર પોતાની સાઈન કરે છે એ જોવાનું છે. 

'ચાંદની બાર-2' ફિલ્મને લઈને ઘણી વાતો થઈ રહી હતી. આ ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે અન્ય કોઈ એક્ટ્રેસનો પણ સંપર્ક મેકર્સે કર્યો હોવાનું જાણવા મળે છે. પણ કેટરિનાને લઈને આ પ્રોજેક્ટ અંગે વાત કરી શકાય એમ નથી. ઓટીટી પર આવવા માટે તે કોઈ બીજા પ્રોજેક્ટને પણ પ્રાથમિકતા આપી શકે છે. આ વિષય કયો એ તે નક્કી કરશે અને પછી આ અંગે તે કોઈ મોટું એલાન કરી શકે છે, જોકે એમની ટીમે કંઈ જ વાત કરવા પર ઈન્કાર કરી દીધો હતો.