Tue May 26 2026

Logo

OTT પ્લેટફોર્મ પર કરિશ્માએ કર્યો ધમાકેદાર ડેબ્યૂ,પોલીસ ઓફિસરના રોલમાં ક્યુ સસ્પેન્સ શોધશે?

2026-05-26 19:43:50
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 90ના દાયકાની બ્યૂટીફૂલ એક્ટ્રેસ કરિશ્મા કપૂર એક લાંબા બ્રેક બાદ ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. આ વેબસીરિઝમાં એનો એક અલગ અંદાજ જોવા મળશે. આ વેબ સીરિઝમાં તે એક પોલીસ ઓફિસરનું પાત્ર પ્લે કરી રહી છે. ક્રાઈમ, થ્રિલર અને ડ્રામાથી ભરપૂર આ સીરિઝમાં સ્ટોરી જૂની છે પણ પ્લોટ નવા છે. 'અભય' વેબ સીરિઝમાં જે રીતે કુણાલ ખેમું કોઈ સીરિલય કિલર સુધી પહોંચવા માટે ચક્રવ્યૂહ પાર કરે છે એ જ રીતે કરિશ્મા અહીં સીરિયલ કિલરને શોધવા માટે પ્રયાસ કરે છે. 

ટ્રેલર સામે આવ્યું

આ વેબ સીરિઝનું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ટ્રેલર જોઈને લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે, જૂના ખેલાડી ફરી મેદાને આવી રહ્યા છે. આ પહેલા માધુરી દીક્ષિતની 'દેશપાંડે' સીરિઝ આવી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર જૂના કલાકારો એક નવા અવતાર સાથે કમબેક કરી રહ્યા છે. આ યાદીમાં હવે કરિશ્માનું નામ પણ ઉમેરાયું છે. આ સીરિઝનું નામ 'બ્રાઉન' રાખવામાં આવ્યું છે. આ વેબ સીરિઝનું ટ્રેલર સામે આવતા દર્શકોને આ સીરિઝમાં શું થશે એની પ્રતીક્ષાની ઘડીઓ વધી ગઈ છે. આ સીરિઝમાં કરિશ્માનો એક અલગ અંદાજ જોવા મળશે. ઝી5 પર આ સીરિઝ સ્ટ્રિમ થવાની છે. પોલીસ ઓફિસરના રોલમાં કરિશ્માનો એક અલગ અંદાજ જોવા મળશે. અત્યાર સુધીના એના રોલ કરતા આ રોલ સૌથી અલગ માનવામાં આવે છે. ટ્રેલર જોયા પછી એટલું કહી શકાય કે,આ કહાની કોઈ સાધારણ સ્ટોરી નથી. 

કૉલકાતા સિટીની ક્રાઈમ સ્ટોરી

આ સ્ટોરીમાં ઈમોશનની સાથે કેટલાક સાયક્લોજિકલ મુદ્દાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટોરી કૉલકાતા સિટીથી શરૂ થાય છે. કરિશ્મા કપૂર એક ઉચ્ચ પોલીસ અધિકારી છે. કૉલકાતા પોલીસ ફોર્સમાં સામેલ થયા બાદ એક સીરિયલ કિલર સુધી પહોંચવા માટે જે નેટવર્ક પર કામ કરે છે એના પર સ્ટોરી આગળ વધે છે. બદનામ પોલીસ ઓફિસર અને એના જૂનિયર મહિલાઓને ટાર્ગેટ કરતા કિલરની તપાસ આગળ વધે છે. જેને લીડ કરિશ્મા કરે છે. સ્ટોરીમાં થ્રિલ અને ઈમોશન બન્ને છે. એક્ટિંગનો એક નવો અનુભવ કરિશ્માને થયો પણ જે રીતે એનું પાત્ર લખાયું છે એ ભજવવામાં તે સફળ થઈ છે એવું હાલ તો ટ્રેલર પરથી કહી શકાય. કરિશ્માના ફિલ્મ કેરિયરનો આ એક મોટો વળાંક માનવામાં આવે છે. સ્ટ્રગલર અને એકદમ મેચ્યોર ગર્લ તરીકે એનું પાત્ર ખાખીમાં અલગ તરી આવે છે. 

કંઈક નવીન જ સસ્પેન્સ કથા

ટ્રેલર જોયા બાદ એટલું કહી શકાય કે,ક્રાઈમ થ્રિલર સીરિઝમાં કરિશ્માની આ જાદુઈ એન્ટ્રી સમાન છે. સમગ્ર સીરિઝ અભિનય દેવે તૈયાર કરી છે. માત્ર ક્રાઈમ સ્ટોરી જ નહીં પોતાની અંદરથી એક એક સ્ટોરીથી પાત્ર લડે છે.સંઘર્ષ કથા જ નહીં પણ સસ્પેન્સ કથા પણ છે જે ટ્રેલર પરથી જ સીરિઝનો અંદાજો આપી દે છે. ટ્રેસરમાં કોઈ પ્રકારના ડાયલોગ્સ નથી પણ ક્રાઈમ સીનના સહારે જ સ્ટોરી શરૂ થતી હશે એવું અનુમાન કરી શકાય છે, જોકે થોડી ઝલક કરિશ્માની પણ બતાવવામાં આવે છે એટલે એની પણ કોઈ સ્ટોરી હોઈ શકે છે. આ વેબ સીરિઝ ક્રાઈમ થ્રિલરની સાથે એક અલગ કહાની પીરસી જશે એ નક્કી છે.