મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર 2018થી પાર્ક કરાયેલા ત્રણ બોઇંગ 777-300ER વિમાનો લગભગ આઠ વર્ષ પછી આખરે મુંબઈથી રવાના થશે. ગયા અઠવાડિયે બોમ્બે સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગ અનુસાર જેટ એરવેઝે તેના ચાલુ લિક્વિડેશનના ભાગ રૂપે માલ્ટા સ્થિત એસ એવિએશનને સંયુક્ત 46 મિલ્યન ડોલર (₹418 કરોડ)માં વિમાન વેચવા સંમતિ આપી છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ વેચાણને મંજૂરી આપી છે, જેમાં VT-JES ($16 મિલિયન), VT-JEV (12.5 મિલ્યન ડોલર) અને VT-JEM ($17.5 મિલ્યન ડોલર) રજિસ્ટર્ડ જેટનો સમાવેશ થાય છે.
એરપોર્ટ ચાર્જ ચૂકવવામાં ન આવતા કાનૂની વિવાદોને કારણે આ વ્યવહારમાં વિલંબ થયો હતો. અદાણી ગ્રુપની માલિકીના મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) 2018થી પાર્કિંગ ફી અને અન્ય બાકી રકમનો દાવો કરી રહ્યું છે, તેમનું કહેવું છે કે રકમ લગભગ ₹ 1,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર પાર્ક કરેલા ત્રણ અન્ય જેટ વિમાન,બે એરબસ A330 અને એક બોઇંગ 737 હજુ વેચાયા નથી.
એસ એવિએશન એ ચેલેન્જ ગ્રુપની પેટાકંપની છે, જે કાર્ગો એરલાઇન્સનું સંચાલન કરે છે. કંપનીએ સૌપ્રથમ 2022 માં વિમાન માટે બોલી લગાવી હતી, જેમાં તેમને માલવાહક વિમાનોમાં રૂપાંતરિત કરવાની યોજના હતી. તેણે 5.6 મિલ્યન ડોલરની ડિપોઝિટ ચૂકવી હતી અને લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ કાનૂની વાંધાઓને કારણે આ સંપાદન ત્રણ વર્ષથી વધુ સમય માટે અટકી ગયું હતું.
ઉડ્ડયન ઇતિહાસકાર દેવાશીષ ચક્રવર્તીએ જેટના શરૂઆતના વર્ષોમાં બોઇંગ 777-300ER કાફલામાં ઉડાન ભરવાનું યાદ કર્યું. જેટ એરવેઝ 777-300 ERs દાયકાઓથી ભારતમાં લેગસી વાઇડ-બોડી એરલાઇનર્સ રહી છે.
મુંબઈ એરપોર્ટ પર લગભગ અવાવરું પડેલા આ વિમાનો એક દુઃખદ દૃશ્ય છે. તેઓ વર્ષોથી ધૂળ ખાય છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું તેમને એર ઇન્ડિયા બોઇંગ B747-400s ની જેમ ઉડાવી શકાય છે અથવા તેમને મુંબઈમાં સ્ક્રેપ કરવામાં આવશે," તેમણે કહ્યું.
એક સમયે ભારતની સૌથી મોટી ખાનગી કેરિયર જેટ એરવેઝે ગંભીર નાણાકીય કટોકટી અને ₹ 7,500 કરોડથી વધુના દેવા બાદ એપ્રિલ 2019માં કામગીરી કાયમી ધોરણે બંધ કરી દીધી હતી. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ હેઠળ એરલાઇનને પુનર્જીવિત કરવા માટે 2021ના રિઝોલ્યુશન પ્લાન હોવા છતાં લેણદારો સાથે કાનૂની લડાઇઓને કારણે પ્રક્રિયા વર્ષો સુધી અટકી ગઈ હતી.
નવેમ્બર 2024માં સુપ્રીમ કોર્ટે એરલાઇનના લિક્વિડેશનનો આદેશ આપ્યો, ચુકાદો આપ્યો કે પુનર્જીવિત કરવાની યોજના હવે શક્ય નથી. કોર્ટે ધિરાણકર્તાઓ અને કર્મચારીઓને ચૂકવણી કરવા માટે એરલાઇનની બાકીની બધી સંપત્તિ વેચવાનો નિર્દેશ આપ્યો હતો.