નવી દિલ્હીઃ જાપાન દ્વારા ભારતીય કેરીની આયાત પર મૂકવામાં આવેલ પ્રતિબંધનો મુદ્દો નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન (એનપીપીઓ) જાપાન સમક્ષ ઉઠાવી રહ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે જાપાને ગયા મહિને ભારતીય કેરીની આયાત અટકાવી દીધી હતી. કેમ કે આ વર્ષના આરંભમાં તેનાં ક્વૉરેન્ટાઈન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવું ફલિત થયું હતું કે ભારતમાં સારવાર સુવિધાઓના પ્રોટોકોલમાં ખામી છે. તેમ જ જાપાનના સત્તાવાળાઓએ લખનઊ અને વિશાખાપટ્ટનમ નજીકના એક કેન્દ્રમાં ભેજના સ્તરનું નિરીક્ષણ કર્યું હતું.
જાપાનની આયાત આવશ્યકતાઓમાં કેરીઓને માન્ય સુવિધારો પર વેપર હીટ ટ્રીટમેન્ટ (વીએચટી)માંથી પસાર થવું આવશ્યક છે. જ્યાં તેમને નિકાસ કરતાં પહેલા ફળોને ઓછામાં ઓછા 90 ટકા સંસર્ગનિષેધ જીવાંતને સંબંધિત ગરમી અને ભેજથી નાબૂદ કરવાનું હોય છે ને નિકાસ કરતા પહેલા ક્વૉરેન્ટાઈન પેસ્ટ કરવાનું હોય છે. એનપીપીઓ આ મુદ્દો જાપાનની સરકાર સમક્ષ ઉઠાવી રહ્યું છે. જોકે, જાપાન ભારતીય કેરીની મુખ્ય બજાર નથી. ભારત મુખ્યત્વે યુરોપ અને અમેરિકા ખાતે કેરીની નિકાસ કરે છે.
વધુમાં નેપાળની આયાત બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે નેપાળ ખાતે કોઈ નિકાસમાં કોઈ નિયંત્રણ કે પ્રતિબંધ નથી. નેપાળ દ્વારા દરેક દેશોની જેમ પેસ્ટિસાઈડ્સ રેસિડયુ જેવી સામાન્ય તપાસ થઈ રહી છે.