મુંબઈઃ અભિનેત્રી જહ્નવી કપૂરે પાપારાઝી દ્વારા તેના બોડી પર ઝૂમ ઇન અને ફોટોગ્રાફ કરવાને લઈ પ્રતિક્રિયા આપી છે.એક્ટ્રેસે ભાર દઈને કહ્યું હતું કે, ડ્રેસ ભલે તે ગમે તે પહેરે પણ કોઈ એક્ટ્રેસની મંજૂરી વગર એના કોઈ બોડી પાર્ટ પર ઝૂમ કરવું મર્યાદાનો ભંગ છે. રાજ શમાણી સાથેની એક મુલાકાતમાં એક્ટ્રેસે ભીગી સારી ગીતનો દાખલો આપ્યો હતો.ઘણીવાર કેટલીક વસ્તુઓ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હોય છે. જ્યારે કેટલીક વસ્તુઓ વગર ઈચ્છાએ માત્ર એક વસ્તુ તરીકે દેખાડવાની હોય છે.
માત્ર એક્ટ્રેસ માટે નહીં ફોટોગ્રાફર માટે પણ ખરાબ
થોડા સમય પહેલા,તે વ્યક્તિગત રીતે પાપારાઝી સાથે ખાનગીમાં મળી હતી. એક્ટ્રેસે સમજાવ્યું હતું કે, તેમનું કાર્ય ઘણીવાર ખોટી દિશામાં જતુ રહે છે જે યોગ્ય નથી.તમે જે રીતે એક્ટ્રેસની તસવીર ક્લિક કરો છો એ માત્ર અમારા માટે ખરાબ નથી પણ તમારી છબી પણ ખરાબ કરે છે. ફોટોગ્રાફર્સને અરીસો દેખાડતા કહ્યું હતું કે, માત્ર જૂજ પૈસા માટે અથવા વધારે વ્યૂઝ માટે કોઈ પણ મહિલાના શરીરને એની મંજૂરી વગર એક વસ્તુની જેમ ઉપયોગમાં લઈ તમે પોતાની નજરમાં ઈજ્જત અનુભવો છો ખરા? પૈપ્સે પોતાની ભૂલ સ્વીકારી હતી અને પોતાની ભૂલ માની લીધી હતી. ભીગી સાડી ગીતમાં ઈરાદાપૂર્વક કેટલાક સીન આપવામાં આવ્યા છે.
ફિલ્મની ડિમાન્ડ હતી
એ ગીતમાં સેંસુઅલ અવતાર બતાવાયો છે. એ એમની પસંદ છે એની સામે ફિલ્મની પણ એટલી ડીમાન્ડ છે. મેં મારી ઈચ્છાથી એ કામ કર્યું હતું પણ જ્યારે સ્ક્રિન સિવાયની લાઈફમાં જ્યારે બહાર નીકળું છું એ સમયે પોતાની પસંદના કપડાં પહેરવા માટે આઝાદ છું.આનો અર્થ એ બિલકુલ નથી કે, કોઈ પણ વ્યક્તિ કેમેરો લઈને મારી મંજૂરી વગર મારા કોઈ બોર્ડી પાર્ટ પર ઝૂમ કરીને એ ક્લિક કરે. વિડિયો ઊતારે. સ્લોમોશન કરે. વિચિત્ર મ્યુઝિક પ્લે કરીને વાયરલ કરે. કોઈની મંજૂરી વગર આવું કામ કરવું ખરેખર ખોટું છે.
કેમેરા દ્રષ્ટિકોણ ઉપર પણ સ્પષ્ટતા કરી
માત્ર પાપારાઝી જ નહીં પણ ફિલ્મ સેટ પર કામ કરવાની રીત ઉપર પણ પોતાનો મત રાખ્યો છે. તેમણે કહ્યું કે, સહમતીનો અધિકાર હોવો જોઈએ. ફિલ્મ સેટ પર ક્યારેય કોઈ કેમેરો જે તે એંગલ પર સેટ કરવામાં આવે છે અને મને એ કેમેરા વ્યૂ સામે વાંધો છે તો મને ના પાડવાનો પૂરો હક છે.આવું જ્યારે હું કહું ત્યારે એ અનપ્રોફેશનલ ન સમજવામાં આવે. કલાકારોની પ્રાયવસી અને સહમતીનું પણ ધ્યાન રાખવામાં આવે. ગ્લેમર દેખાવા પર કોઈનો ખોટો એવો અધિકાર નથી કે તમે કોઈ મહિલાના કોઈ શરીરના ભાગને ઝૂમ કરીને ક્લિક કરો