Sat Jun 20 2026

Logo

જાહ્નવી કપૂરના નાઈટસૂટ પર લખાયેલું નામ જોઈ ફેન્સ ચોંક્યા!આખરે એક્ટ્રેસે ખોલી દીધી દિલની વાત

2026-06-20 22:22:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના સેલેબ્સની રીલ લાઈફ કરતા લોકોને એની રીયલ લાઈફમાં વધારે રસ હોય છે. આઉટડોર પર નીકળે ત્યારે તો એની નોંધ લેવાય જ છે પણ સમયાંતેર સોશિયલ મીડિયા પર જે રીલ્સ પોસ્ટ થાય છે એના ઉપર પણ ફેન્સ દમદાર ચર્ચા કરતા હોય છે. ટેટુથી લઈને ટીશર્ટની બ્રાંડ સુધી અને ચંપલથી લઈને ચશ્મા સુધી સેબેલ્સની નાનામાં નાની વસ્તુની મોટી નોંધ લેવાતી હોય છે. જાહ્નવી કપૂર સાથે પણ કંઈક આવું જ બની રહ્યું છે. એના નાઈટસૂટ પર જે નામ લખાવામાં આવ્યું છે એ નામને લઈને લોકો અનેક પ્રકારની વાત કરી રહ્યા છે. 

વાત રિલેશનશિપની છે

ફિલ્મ, ફેશન સેન્સ, એક્ટિંગ, ઈમોશન અને આઉટફિટને કારણે સતત ચર્ચામાં રહેતી જાહ્નવી હવે પોતાના નાઈટસૂટને કારણે ચર્ચામાં છે. એના નાઈટસૂટ પર એવું લખવામાં આવ્યું છે જે જોઈને ફેન્સ વિચારમાં પડી ગયા છે.એની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પણ જાહ્નવીના આ પ્રકારના અંદાજે પણ ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. દિલવાળું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે તો કોઈ એની બ્યૂટીના વખાણ કરી રહ્યા છે. એક દર્શકે તો ત્યાં સુધી કહી દીધું કે તમે તો નાઈટડ્રેસમાં પણ બ્યૂટીફૂલ લાગો છો. કોઈ લખ્યું કે, આ તો મસ્ત કપલ મોમેન્ટ છે. કોઈએ કહ્યું કે, એક્ટ્રેસ હવે પોતાના સંબોધોને લઈને વધારે ફ્રીડમ ફીલ કરે છે. કોઈએ તો ત્યાં સુધી કહ્યું કે, જો આ એક્ટ્રેસ ખોવાઈ જાય તો એને શોધવા માટેનો રસ્તો શોધીને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની વાત એક્ટ્રેસે ખુદ કહી દીધી છે. 

શું છે આખરે આ મામલો?

હકીકત એ છે કે, જાહ્નવી અને શિખર પહાડિયાનું નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. બન્ને વ્યક્તિ એકબીજા સાથેની રિલેશનશિપને લઈને વાત કરતી નથી પણ સામાન્ય રીતે જ્યારે એને આઉટ઼ડોરમાં જોવામાં આવે છે ત્યારે મામલો વધારે પ્રકાશમાં આવી જાય છે. હકીકત એવી પણ છે કે, તેઓ અનેકવાર આઉટડોરમાં જોવા મળ્યા છે.

ઈવેન્ટ હોય, ફેમિલી ફંક્શન હોય, મંદિર હોય કે બોલિવૂડની પાર્ટી, બન્ને એકબીજા સાથે જોવા મળતા ઘણી વાતો થઈ રહી છે. પણ હવે જાહ્વવીએ પોતાના નાઈટસૂટમાં આનું નામ લખીને કેટલીક વાત નક્કી કરાવી દીધી છે. નાઈટસૂટ પર લખેલો મેસેજ એક કન્ફર્મ કરે છે કે, બન્ને વચ્ચે કેવા રિલેશન છે. જાહ્નવીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, એમાં તે એકદમ ફ્રી અને રીલેક્સ મૂડમાં દેખાઈ રહી છે. આ તસવીરમાં તે નાઈટસૂટમાં જોવા મળી છે.

શું લખ્યું એ ટીશર્ટ પર?

આ નાઈટસૂટ પર એવું લખ્યું હતં કે, If Lost, Please Return To Shikhar Pahariya.આ લાઈન જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકોએ આને રિલેશન વીથ ફેશનનો ટેગ આપી દીધો હતો. ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તાજેતરમાં જાહ્નવીની ફિલ્મ પેદ્દી આવી છે, જેને સાઉથ ઈન્ડિયામાં ધૂમ મચાવી છે, સાઉથની ફિલ્મમાં તે આ પહેલા પણ કામ કરી ચૂકી છે. આ વખતે એનો અલગ અંદાજ જોઈને ફેન્સે એની એક્ટિંગના વખાણ કર્યા હતા.