મુંબઈઃ ફિલ્મ 'પરમસુંદરી' ફેઈમ જહ્નાવી કપૂરે એક ચોક્કસ સમયાગાળા બાદ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈ દિલ ખોલીને વાત કરી છે. તેમણે ડીપફ્લેકસના મુદ્દા પર વાત કરી છે. આ ઉપરાંત, એક્ટ્રેસે સ્કૂલકાળ દરમિયાન બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. એક પોડકાસ્ટમા વાત કરતા જહ્લાનવીએ કહ્યું હતું કે, આ વાત એ સમયની છે જ્યારે હું સ્કૂલમાં અભ્યા કરી રહી હતી.
મારા ફોટો કોઈ અશ્લીલ સાઈટ પર જોયા
મને એક્ઝેટલી એવો આઈડિયા નથી કે, ટેકનિકલ શું થયું પણ આ ડીપફેક જેવું જ હતું.જ્યારે મેં મારા ફોટો અશ્લીલ સાઈટ પર જોયા એ સમયે હું ચોંકી ગઈ હતી. સ્કૂલમાં આઈટીનો ક્લાસ હતો એ સમયે. બોય્ઝ એ સમયે માત્ર કોમેન્ટ કરવા અને ફન માટે એવી સાઈટ પર જતા એ સમયે મેં મારો ફોટો એ સાઈટ પર જોયો હતો. એ સમયે હું માત્ર 15 વર્ષની હતી. એ સમયે મને એવું લાગ્યું કે, શું આ એ કિંમત છે જે મારે ચૂકવવાની થાય છે? આવી વસ્તુઓમાં કોઈ નૈતિકતા જ હોય એવું લાગ્યું.
AI વિશે કહી મોટી વાત
હજુ પણ આ પ્રકારની સમસ્યાઓ છે. થોડો સુધારો અવશ્ય આવ્યો છે પણ ઘણાય લોકોને આ સામાન્ય લાગે છે, જે ખરેખર સામાન્ય નથી. તમે કોઈ પબ્લિક ફીગર હોવ તો સાવ આવું થોડી હોય? મને એવું લાગે છે કે, તમે પબ્લિક ફીગર છો એટલા માટે આવું થઈ રહ્યું છે. AI જનરેટેડ ફોટોને લઈને એક્ટ્રેસે કહ્યું કે, આજે ઘણાય ઓફિશિયલ ન્યૂઝ પેજીસ પણ સરક્યુલેટ છે જે સંપૂર્ણ રીતે AIથી તૈયાર થયા છે. મારા પણ આવા કેટલાક વિઝ્યુઅલ્સ છે પણ એમાં જે બતાવાયું છે એ પ્રકારનું મેં ક્યારેય પહેર્યું નથી.

આવા ફોટો મેં ક્લિક નથી કરાવ્યા
આ પ્રકારના ફોટો મેં ક્યારેય ક્લિક નથી કરાવ્યા. આ બધી AIની કમાલ છે. ફિલ્મ 'ઘડક'થી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી જહ્નાવી એ છેલ્લા પરમસુંદરી ફિલ્મ કરી હતી, જે બોક્સઓફિસ પર ઠીકઠાક ચાલી હતી. ફિલ્મમાં ભલે એ લીડ રોલમાં હોય પણ આ ફિલ્મમાં તે મસ્ત લાગી રહી હતી. એનામાં જાણે સાઉથની ફિલ્મોનો ટચ હોય એવું એમની બોલી પરથી લાગતું હતું. હવે એની ફિલ્મ પેડ્ડી આવી રહી છે જેમાં તે રામચરણ સાથે સ્ક્રિન શેર કરી રહી છે. આ ફિલ્મની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં તે એક નવા પાત્રમાં દેખાશે પણ ફેન્સ અત્યારથી એના લૂકની ચર્ચા કરી રહ્યા છે.