Fri Apr 17 2026

Logo

ધુરંધર-2માં માત્ર બે લાઈન્સ ગાઈને છવાય ગયો કલાકાર, ગીત પહોંચ્યું બિલબોર્ડ લીસ્ટમાં

2026-04-02 21:52:09
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પંજાબી ગાયક સતિન્દર સરતાજે ફિલ્મ 'ધુરંધર:ધ રીવેન્જ' ના ગીત 'જૈયે સજના'માં ફક્ત બે પંક્તિઓ ગાઈને બધાને રડાવી દીધા. આ ગીતમાં સતિન્દર સરતાજ અને જાસ્મીન સેન્ડલાસનો અવાજ છે, જ્યારે સંગીત શાશ્વત સચદેવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મ રીલિઝ થયા પછી, આ ગીતે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે,હવે તે એક મોટો સીમાચિહ્ન હાંસલ કરી કર્યો છે. હકીકતમાં, સુપરહિટ ટ્રેક 'જૈયે સજના' બિલબોર્ડ કેનેડિયન હોટ 100 ચાર્ટ પર 58માં સ્થાને પહોંચી ગયું છે.

સુપરહિટ થઈ ગયું છે ગીત
આ આનંદના પ્રસંગે,સતિન્દરએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના સહ-ગાયિકા, જાસ્મીન સેન્ડલાસનો ફોટોગ્રાફ શેર કર્યો. ગાયકે લખ્યું, જાસ્મીન સેન્ડલાસ અને સતિન્દર સરતાજનું સુપરહિટ ગીત 'જૈયે સજના' બિલબોર્ડ કેનેડિયન હોટ 100 માં 58માં સ્થાને પહોંચી ગયું છે. આખી ટીમને અભિનંદન આપતાં, સતિન્દરએ વધુમાં ઉમેર્યું, આદિત્ય ધર, શાશ્વત સચદેવ, જાસ્મીન સેન્ડલાસ, જિયોહોટસ્ટાર અને રણવીર સિંહને હાર્દિક અભિનંદન.

બે પંક્તિએ દિલ જીતી લીધા
ફિલ્મ 'ધુરંધર:ધ રીવેન્જ' નું ગીત 'જૈયે સજના' સતિન્દર સરતાજ દ્વારા લખવામાં અને ગાયું છે,જોકે જાસ્મીન સેન્ડલાસે મોટાભાગનો ટ્રેક રજૂ કર્યા છે, જેમાં સતિન્દર ફક્ત બે પંક્તિઓનું યોગદાન આપે છે તે બે પંક્તિઓએ દરેકના હૃદય પર જાદુ કર્યો છે. તેમના અવાજમાં એવી ભાવનાત્મક ગુણવત્તા છે કે તે દરેક શ્રોતાના હૃદયને સ્પર્શી ગઈ છે. આ ગીતમાં, તેમના ગાયન પાત્ર, જસકીરતની ભાવનાત્મક સ્થિતિને વ્યક્ત કરે છે. જ્યારે પણ જસકીરત તેના પરિવારને રૂમમાં પ્રવેશતા જુએ છે, ત્યારે તે જે ખાલીપણું અનુભવે છે તે તે બે પંક્તિઓમાં સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય છે.

કોણ છે સતિન્દર સરતાજ
સતિન્દર સરતાજ પંજાબી ભાષાના ગાયક અને કવિ છે. સૂફી ફિલસૂફીની ઊંડી સમજ ધરાવતા, તેમનું સંગીત પંજાબી લોક પરંપરાઓ, શાસ્ત્રીય તાલીમ અને ગીતાત્મક કારીગરીનું એક અનોખું મિશ્રણ રજૂ કરે છે. તેમના પ્રદર્શન ઘણીવાર સામાન્ય સંગીત સમારોહ કરતા અલગ હોય છે, જે મુખ્યત્વે કવિતાની આસપાસ કેન્દ્રિત 'મહેફિલ'જેવા હોય છે.