Fri May 29 2026

Logo

ઈશા અંબાણી અને આનંદ પિરામલે ઓસ્કારમાં મચાવી ધૂમ; ઈશાના લૂક પરથી નહીં હટે નજર...

2026-03-16 14:59:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં સોશિયલ મીડિયા પર નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલાં 98મા ઓસ્કર એવોર્ડમાંથી સેલેબ્સના રેડ કાર્પેટ લૂક્સના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. હવે જ્યાં સેલેબ્સનો જમાવડો જોવા મળી રહ્યો હોય ત્યાં અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીનો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ ઈશા અંબાણીના લૂકમાં... 

ઈશા અંબાણીની ફેશન સેન્સ ખૂબ કમાલની છે. કોઈ ફેમિલી ફંક્શન હોય કે પછી બોલીવૂડ પાર્ટી-ઈવેન્ટ ઈશા પોતાની ગજબની ફેશનથી બોલીવૂડ એક્ટ્રેસને પાછળ છોડી છે. હાલમાં દિલ્હી ખાતે યોજાઈ રહેલાં ઓસ્કર 2026માંથી ઈશા અંબાણીનો લૂક સામે આવી રહ્યો છે. આ સમયે ઈશા સાથે આનંદ પિરામલ પણ જોવા મળ્યા હતા. ઈશા અને આનંદ બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. 

વાઈરલ થઈ રહેલાં ઈશા અંબાણીના લૂકની વાત કરીએ તો આ સમયે ઈશા અંબાણીએ જાણીતી લક્ઝરી ફેશન બ્રાન્ડ વેલેન્ટિનો (Valentino)નું વિન્ટેજ ગાઉન પસંદ કર્યું હતું. આ ગાઉનની ખાસિયત તેની ક્લાસિક ડિઝાઇન અને ઈશાની ગ્રેસફુલ સ્ટાઈલ હતી. આ સુંદર આઉટફિટ સાથે ઈશાએ મિનિમલ મેકઅપ કરીને ડાયમંડ જ્વેલરી સાથે પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો હતો. ઈશાનો આ લૂક ખરેખર તેને રોયલ ટચ આપી રહ્યો હતો. 

 

વાત કરીએ આનંદ પિરામલની તો પોતાની સાદગી માટે જાણીતા આનંદે આ ઈવેન્ટ માટે ક્લાસિક બ્લેક ટક્સીડોમાં પહેર્યું હતું. રેડ કાર્પેટ પર આ કપલની કેમિસ્ટ્રી અને તેમના કોન્ફિડન્સે ફેશન ક્રિટિક્સના પણ દિલ જીતી લીધા હતા. અંબાણી પરિવારની લાડકવાયીએ ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે તે એક ગ્લોબલ ફેશન આઈકોન છે.

 

ઓસ્કારના રેડ કાર્પેટ પરથી ઈશા અને આનંદના ફોટો અને વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. ફેન્સ ઈશા અને આનંદના લૂકમાં ઈન્ડિયન ફેશન અને વેસ્ટર્ન વિન્ટેજ લૂકનું મિક્સચર ઓસ્કર 2026ના બેસ્ટ લૂક્સમાંથી એક લૂક હોવાનું કહેવાઈ રહ્યું છે. તમે પણ ઈશા અંબાણી અને આનંદ પિરામલનો વાઈરલ થઈ રહેલો લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...