IRGC પર વિસ્ફોટકો મૂકવાનો અને તેમના સ્થાન ભૂલી જવાનો આરોપ
તહેરાન/ ન્યૂ યોર્કઃ ઈરાન અને અમેરિકા વચ્ચે 1 મહિના સુધી યુદ્ધ ચાલું, અત્યારે બે અઠવાડિયા સુધી યુદ્ધ વિરામની ઘોષણા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થપાય તે માટે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન શાંતિ મંત્રણા પણ કરાવી રહ્યું છે. આ શાંતિ મંત્રણા માટે અમેરિકાએ હોર્મુઝને સંપૂર્ણ રીતે ખોલી દેવાની વાત રાખી છે, પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તે કોઈ પણ કાળે શક્ય બને તેમ નથી! પ્રશ્ન થાય કે આવું શા માટે? ચાલો વિગતે જાણીએ..
ઈરાન હોર્મુઝને ખોલી શકે તેમ નથીઃ અમેરિકાનો દાવો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવો દાવો કરવામા આવ્યો છે કે, ઈરાન હોર્મુઝને ખોલી શકે તેમ નથી. કારણ કે, હોર્મુઝ સ્ટ્રેટ પર માઈન્સ ગોઠવ્યાં બાદ ઈરાન હવે તેનું લોકેશન ભૂલી ગયું છે. જો આ દાવો સાચો છે તો પછી ઈરાન ઈચ્છે તો પણ હોર્મુઝ માર્ગને ખોલી નહીં શકે! જે વિશ્વના અન્ય દેશો માટે ચિંતાનો વિષય બની શકે છે. થોડી સમય પહેલા ઈરાન દ્વારા હોર્મુઝના સુરક્ષિત માર્ગને નકશો જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હોવાના કારણે ચિંતા વધી છે.
જ્યાં માઈન્સ ગોઠવ્યા તેનું લોકેશન ઈરાનને યાદ નથી
અત્યારે હોર્મુઝ દરિયાઈ માર્ગ ઈરાનના કબ્જામાં છે, અહીંથી સુરક્ષિત રીતે પસાર થવા માટે તેણે ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે ઈરાન ખૂદ પોતાના નકશામાં ભૂલ કરી રહ્યું હોવાના દોવ કરવામાં આવ્યો છે. એટલે કે હવે સમુદ્રમાં કઈ જગ્યાએ માઈન્સ નાખેલ છે તેનું કોઈ લોકેશન નથી. જેથી માર્ગેથી પસાર થવું મતલબ મોતને સામે ચાલીને આમંત્રણ આપવા માટે જવું! આ અમેરિકાની કોઈ ચાલ છે કે, પછી વાસ્તવમાં જ ઈરાન માઈન્સનું લોકેશન ભૂલી ગયું છે! તેવા અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને નાકાબંધી કરી
અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો તેમા ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સહિત અનેક અગ્રણી નેતાઓ અને ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓના મોત થયા હતા. જેથી ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરી દીધી હતી. આ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અન્ય રાષ્ટ્રોમાં LPG અને ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાવા લાગ્યો. વૈશ્વિક સમસ્યા સર્જાઈ રહી હોવાના કારણે અનેક દેશોએ યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરવાનું શરૂ કર્યું પરંતુ ઈરાન માન્યું નહી અને હોર્મુઝ સ્ટ્રેટમાં માઈન્સ ગોઠવી દીધા હતા.
ઈરાન પાસે તકનીકી ક્ષમતા પણ મર્યાદિત છે
અમેરિકાનો દાવો છે કે, હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નિષ્ફળતા એ ઇરાનની ઇચ્છાનો વિષય નથી, પરંતુ એક તકનીકી સમસ્યા છે. ઇરાન પોતે પણ જાણતું નથી કે બધી માઈન્સ ક્યાં મૂકવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ માઈન્સને હટાવવા માટે ઈરાન પાસે તકનીકી ક્ષમતા પણ મર્યાદિત છે. જો કે, ઈરાને અમેરિકાના આ દાવાને ફગાવી દીધો છે. જોકે, એક પણ દેશ દ્વારા આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.