Wed Jul 29 2026

Logo

ઈરાનને ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું? ભૂકંપના આંચકાથી લાગી અટકળો

Tehran   2026-02-19 15:49:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: યુએસ સતત ઈરાન પર લશ્કરી દબાણ વધારી રહ્યું છે, અહેવાલો મુજબ યુએસ આ અઠવાડિયાના અંત સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે. ઈરાને પણ યુએસને ચેતવણી આપી છે, એવામાં આજે ઈરાનના   બિદુખુન વિસ્તારમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ચર્ચા છે કે ભૂગર્ભ પરમાણું પરીક્ષણને કારણે આ આંચકો આવ્યો હોઈ શકે છે.
અહેવાલ મુજબ બિદુખુનમાં આજે આવેલા ભૂકંપનાં આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. મહત્વની વાત એ છે કે બિદુખુન બુશેહર ન્યુક્લિયર સાઈટથી લગભગ 100 કિમી દૂર આવલો પ્રદેશ છે.

આ કોઈ સામાન્ય ભૂકંપ હતો કે પરમાણુ પરીક્ષણને કારણે ઉત્પન થયેલી ધ્રુજારી? એ અંગે કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું નથી. આ આંચકા અંગે શંકા એટલા માટે શરુ થઇ કેમ કે પરમાણુ પરીક્ષણો દરમિયાન સામાન્ય રીતે 4 થી 5.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા હોય છે.

બુશેહર શહેર કેમ મહત્વનું?

ઈરાન વર્ષોથી પરમાણુ શક્તિ પ્રાપ્તના પ્રયાસોમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, બુશેહર ઈરાનનું સૌથી મહત્વપૂર્ણ પરમાણુ પરીક્ષણ સ્થળ છે. જૂન 2025 માં યુએસએ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા કર્યા હતાં, જેમાં બુશેહર શહેર બચી ગયું હતું. હાલ બુશેહર ઈરાનનું એકમાત્ર કાર્યરત પરમાણુ સ્થળ છે. 
ઈરાન સતત દાવો કરી રહ્યું છે કે વીજળીના ઉત્પાદન માટે તે યુરેનિયમનો ઉપયોગ કરી રહ્યું છે, બીજી તરફ યુએસનો આરોપ છે કે ઈરાન પરમાણું બોમ્બ બનાવી રહ્યું છે. બુશેહરમાં પરમાણુ કાર્યક્રમનું સંચાલન  રશિયા કરી રહ્યું છે.