નવી દિલ્હીઃ IPL 2026ના 62 મુકાબલા રમાઈ ચુક્યા છે. આ દરમિયાન ઓરેન્જ કેપની રેસ રોચક બની છે. ટોચના 5 બેટ્સમેનોએ 500 રનનો આંકડો પાર કર્યો છે. ટોચના 2 બેટ્સમેન એક જ ટીમના છે અને તે ટીમે પણ પ્લેઓફ માટે દાવેદારી કરી છે.
હાલ કોની પાસે છે ઓરેન્જ કેપ
હાલ ઓરેન્જ કેપ સાઈ સુદર્શન પાસે છે. તે ગુજરાત ટાઈટન્સ માટે ઓપનિંગ કરે છે. તેણે 13 મુકાબલામાં 554 રન બનાવ્યા છે. બીજા ક્રમે શુભમન ગિલ છે અને તેણે 12 મેચમાં 552 રન બનાવ્યા હતા. બંને એક જ ટીમ તરફથી રમે છે અને ઓપનિંગમાં આવે છે. આ બંને માટે સીઝનની શરૂઆત ખાસ નહોતી રહી પરંતુ બાદમાં બંનેએ સ્પીડ પકડી અને હાલ તેમની ટીમ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.
વિરાટ કોહલી ત્રીજા ક્રમે
આરસીબી માટે ઓપનિંગ કરતો વિરાટ કોહલી હાલ ત્રીજા ક્રમે છે. તેણે 13 મેચ રમીને 542 રન બનાવ્યા છે. કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરે છે. તેણે 13 મેચમાં 533 રન બનાવ્યા છે. આ ચાર ઉપરાંત સનરાઈઝર્સનો ક્લાસેન પણ આ લિસ્ટમાં છે. તેણે 12 મેચમાં 508 રન બનાવ્યા છે. આ સિવાય એક પણ બેટ્સમેને 500 રન બનાવ્યા નથી. ખાસ વાત એ છે કે ક્લાસેન જ એવો બેટ્સમેન છે જે ઓપનિંગ નથી કરતો. આ ઉપરાંત તે ચાલુ સીઝનમાં સૌથી વધારે રન બનાવનારો વિદેશી બેટ્સમેન પણ છે.
'Sai'-ling to the very top, but the waters are incredibly choppy ⛵🧡
— IndianPremierLeague (@IPL) May 17, 2026
The final week of the league stage is going to be pure chaos 😬#TATAIPL | #KhelBindaas pic.twitter.com/wHv9GC5ooA
વૈભવ સૂર્યવંશી ક્યાં?
વૈભવ સૂર્યવંશીએ જે રીતે સીઝનની શરૂઆત કરી હતી તે જોતાં તેની પાસેથી ઘણી અપેક્ષા હતી. વૈભવે 12 મેચ રમીને 486 રન બનાવ્યા છે. અભિષેક શર્મા પણ ઘણો નીચે સરકી ગયો છે. અભિષેકે 12 મેચમાં 481 રન ફટકાર્યા છે. જોકે હવે વધારે મુકાબલા બાકી રહ્યા નથી, પરંતુ જો આમાંથી કોઈ એક બેટ્સમેન મોટી ઈનિંગ રમે તો તે પ્રથમ ક્રમે આવી શકે છે.