હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામે આઇપીએલ-2026ની પ્રથમ પ્લે-ઑફ મૅચ ક્વૉલિફાયર-વનમાં 2022ના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)એ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે.
આરસીબીના સુકાની રજત પાટીદારે સિક્કો ઉછાળ્યો હતો અને જીટીના સુકાની શુભમન ગિલે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો. ટેઇલ્સ પડતાં ગિલે પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લૂરુની ટીમમાં ફિલ સોલ્ટનો સમાવેશ નથી.

બેંગ્લૂરુની ફર્સ્ટ બૅટિંગ ઇલેવનઃ પાટીદાર (કૅપ્ટન), કોહલી, વેન્કટેશ ઐયર, પડિક્કલ, કૃણાલ, ટિમ ડેવિડ, જિતેશ (વિકેટકીપર), ભુવનેશ્વર, હૅઝલવૂડ, ડફી અને રસિખ સલામ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ શેફર્ડ, સુયશ, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંહ અને જોર્ડન કૉક્સ.
ગુજરાતની ફર્સ્ટ બોલિંગ ઇલેવનઃ ગિલ (કૅપ્ટન), સુદર્શન, બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, સુંદર, હોલ્ડર, રાશીદ, રબાડા, કુલવન્ત ખેજરોલિયા, સિરાજ અને પ્રસિદ્ધ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ તેવાટિયા, ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર અને સાઇ કિશોર.