Fri Sep 04 2026

Logo

પીએમ મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા, દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઇ

Tashkent   2026-08-30 15:50:51
Author: Chandrakant Kanoja
પીએમ મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા, દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઇ

તાશ્કંદ: વડાપ્રધાન નરેન્દ્ર  મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન યાત્રાએ પહોંચ્યા છે.  આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું  હતું. જેની બાદ તેમને ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં સર્વોચ્ચ સન્માન "ઓલિય દરાજાલી દોસ્તલિક" થી નવાજવામાં આવ્યા હતા. 

તાશ્કંદમાં દ્વિપક્ષીય વાટાઘાટો 

આ સન્માન રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝીયોયેવે એક સમારોહ દરમિયાન પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ પહેલા, રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવે તાશ્કંદમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. 

આ ચર્ચાઓ દ્વિપક્ષીય આર્થિક સહયોગ, ટેકનોલોજી, ઉર્જા, વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. આ કાર્યક્રમ દરમિયાન, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાના પગલા અંગે જાહેરાત કરવામાં આવી હતી.

બંને દેશોએ ઘણા મહત્વના નિર્ણયો લીધા

આ ઉપરાંત દ્વિપક્ષીય વાટાઘાટો બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંને દેશોએ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને બંને પક્ષોની ટીમો તેના પર સહમત છે. પીએમ મોદીએ જણાવ્યું કે અમે  પરસ્પર સહયોગથી તમામ પાસાઓ માટે દિશા નિર્દેશ આપવા માટે વિદેશ મંત્રી સ્તરે એક સંકલન પરિષદની સ્થાપના કરીશું.

યુરેનિયમ પુરવઠા માટે લાંબા ગાળાની વ્યવસ્થા સ્થાપિત

આ ઉપરાંત  બંને પક્ષો સંયુક્ત રીતે બંને દેશોના વ્યાપાર નેતાઓ સાથે એક વ્યાપાર સમિટનું આયોજન કરશે. અમે યુરેનિયમ પુરવઠા માટે લાંબા ગાળાની વ્યવસ્થા સ્થાપિત કરીશું. 

ગિફ્ટ સીટીની મુલાકાત લેવા આમંત્રણ 

આ ઉપરાંત આજે બે દેશો ત્રણ સિસ્ટર-સિટી અને સિસ્ટર-સ્ટેટ કરારોમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેમજ  ટેકનોલોજીના ઉપયોગનો અભ્યાસ કરવા માટે ગુજરાતમાં ગિફ્ટ સીટીમાં ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિમંડળને મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. 

પીએમ મોદીએ દેશને વિકાસ મોરચે આગળ વધાર્યો 

રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝીયોયેવે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી, મારા માનવું છે કે આપના નેતૃત્વમાં ભારતમાં દરેક ક્ષેત્રમાં ઉલ્લેખનીય પરિણામો હાંસલ થયા છે. જેમાં આર્થિક વિકાસનો ઉંચો દર અને મોટા પ્રોજેકટ લાગુ કરવા સામેલ છે. 

મિત્ર તરીકે આ બધી સિદ્ધિઓ જોઈને ખુશ

આ ઉપરાંત ભારત ડિજિટલાઇઝેશન, માહિતી ટેકનોલોજી, એઆઈ, સ્પેશ સાયન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી રહ્યું છે. વૈશ્વિક બાબતોમાં ભારતનો અવાજ અને પ્રભાવ વધુ મજબૂત બન્યો છે. તેમજ નજીકના મિત્ર તરીકે  આ બધી સિદ્ધિઓ જોઈને ખુશ છીએ.