Fri Apr 17 2026

Logo

અફઘાનિસ્તાન પર પાકિસ્તાને કરેલા હુમલાની ભારતે નિંદા કરી, શું બોલ્યાં રણધીર જયસ્વાલ...

2026-03-14 22:48:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ એરસ્ટ્રાઈક બાદ હવે ભારતે સત્તાવાર રીતે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હુમલાની ભારતે કડક શબ્દોમાં નિંદા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું છે. રણધીર જયસ્વાલે કહ્યું કે, અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની ભારત નિંદા કરે છે. ભારત અનેક વખત પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. આ વખતે પણ અફઘાનિસ્તાન માટે ભારતે પાકિસ્તાનનો વિરોધ કર્યો છે. 

ભારતીય વિદેશ મંત્રાલય હુમલા અંગે શું કહ્યું?

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે અનેક અફઘાની નાગરિકોના મોત થયાં હતાં. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો હોવાનો તાલિબાને દાવો કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાને પાકિસ્તાનનું આક્રમણ કૃત્ય ગણાવ્યું છે. પાકિસ્તાન વારંવાર આવી નાપાક હરકતો કરતું આવ્યું છે. અત્યારે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. 

ભારતે કહ્યું કે, અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ. જેથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો હુમલો નિંદનિય છે. થોડી દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા કાબુલ, કંધાર સહિત અનેક શહેરમાં મોડી રાત સુધી હુમલો કરીને સામાન્ય લોકોના ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હોવાને અફઘાનિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બાળકો સહિત 6 લોકોના મોત થયાં હતાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.