Wed Jul 29 2026

Logo

ભારતીય વાયુસેના ચીનને પછાડી વિશ્વની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની

2026-07-19 17:20:22
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ભારતીય વાયુસેના  ચીનને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી સ્વતંત્ર વાયુસેના તરીકે સ્થાન મેળવ્યું છે. ભારતને 69.4 નું ટ્રુ વેલ્યુ રેટિંગ મેળવ્યું છે.

ચીનની વાયુસેનાએ 63.8 નો સ્કોર મળ્યો

આ અંગે મળતી માહિતી મુજબ ચીનની વાયુસેનાએ 63.8 નો સ્કોર મળ્યો છે. જે આ રેન્કિંગમાં ચોથા ક્રમે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફક્ત મોટી સંખ્યામાં ફાઇટર જેટ રાખવાથી સાચી તાકાત વ્યાખ્યાયિત થતી નથી.તેના બદલે વાસ્તવિક શક્તિ વાયુસેના કેટલી આધુનિક અને સંતુલિત છે અને તેની લડાઇ તૈયારીની સ્થિતિમાં રહેલી છે.

 રેન્કિંગ ચોક્કસ મૂલ્યાંકન પ્રણાલી પર આધારિત

આ વૈશ્વિક રેન્કિંગ ચોક્કસ મૂલ્યાંકન પ્રણાલી પર આધારિત છે. તે માત્ર ફાઇટર જેટની સંખ્યા જ નહીં પરંતુ તેમની આધુનિક ટેકનોલોજી અને જાળવણીના ધોરણોને પણ ધ્યાનમાં લે છે. તેમજ  લોજિસ્ટિકલ સપોર્ટ, તાલીમ અને કાફલાના એકંદર સંતુલન જેવા પરિબળોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારતીય વાયુસેના પાસે સંતુલિત કાફલો

ભારતીય વાયુસેના પાસે આધુનિક ફાઇટર જેટ, પરિવહન વિમાન અને હેલિકોપ્ટરનો સંતુલિત કાફલો છે. આ શ્રેષ્ઠ વિમાન જાળવણી, અસરકારક પાઇલટ તાલીમ અને જરૂર પડ્યે ઝડપી કાર્યવાહી કરવાની ક્ષમતાને સરળ બનાવે છે.

જૂના વિમાનોને પણ સતત અપગ્રેડ કર્યા 

તેમજ ભારતીય વાયુસેનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં નવા ફાઇટર જેટ અને અત્યાધુનિક હેલિકોપ્ટરના સમાવેશ સાથે જૂના વિમાનોને પણ સતત અપગ્રેડ કર્યા છે.  આ જ વ્યૂહરચના ભારતીય વાયુસેનાને મજબૂત બનાવી રહી છે અને રાષ્ટ્રના હવાઈ સંરક્ષણને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે.