Wed Jul 29 2026

Logo

એલપીજી ગ્રાહકો માટે નવો નિયમ લાગુ, સિલિન્ડર બુકિંગ માટે e-KYC ફરજિયાત

2026-03-17 15:51:00
Author: chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના લીધે દેશમાં એલપીજીની સપ્લાઈ ચેનને અસર થઇ છે. જેના પગલે કેન્દ્ર સરકારે એલપીજીની વધતી માંગ અને સપ્લાઈ સિસ્ટમને સુધારવાના અનેક પગલાંઓ લીધા છે. જેમાં  સરકારે તત્કાલ અસરથી અનેક નિયમોમાં બદલાવ કર્યો છે. જેમાં હવે ઘરેલુ એલપીજી ગ્રાહકો માટે આધાર કાર્ડથી e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ જ્યાં સુધી e-KYC પૂર્ણ નહિ થાય ત્યાં સુધી સિલિન્ડર બુકિંગ અને સબસીડી બંનેને અસર થઇ શકે છે. 

કાળા બજાર અને સ્ટોક પર રોક લગાવી શકાશે

કેન્દ્ર સરકારે e-KYC ફરજિયાત લાગુ કરવા અંગે અનેક કારણો આપ્યા છે. જેમાં ગેરકાયદે ગેસ કનેક્શન શોધી શકાશે. તેમજ કાળા બજાર અને સ્ટોક પર રોક લગાવી શકાશે. તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી સબસીડી પહોંચાડી શકાય. તેમજ એવી ફરિયાદ પણ મળી છે અમુક લોકો એકથી વધારે કનેકશન લઇને સબસીડી ખોટો ફાયદો ઉઠાવે છે.  તેથી આધાર e-KYCથી આ મામલા પર રોક લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે . 

એલપીજી e-KYC એક ડિજિટલ પ્રક્રિયા 

એલપીજી e-KYC એક ડિજિટલ પ્રક્રિયા છે. જેમાં ગેસ કનેક્શન ધારક આધાર દ્વારા પોતાની ઓળખ ચકાસે છે. તેમાં આધાર નંબર સાથે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશનનો સમાવેશ થાય છે. આ ગેસ કંપનીઓના ડેટાને અપડેટ કરે છે અને સરકાર ખાતરી કરી શકે છે કે સબસિડી યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી રહી છે.