મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડ ફાઈનલ મેચમાં પ્રવેશ કરી ચુક્યું છે, બીજી ફાઈનાલીસ્ટ ટીમ કોણ હશે એ આજે નક્કી થઇ જશે. આજે સાંજે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ રમાશે. બંને ટીમોએ આ ટુર્નામેન્ટમાં મજબુત પ્રદર્શન કર્યું છે, આજે બંને ટીમો પૂરી તાકાત સાથે મેદાન પર ઉતરશે. આજની મેચના પરિણામમાં પિચનો મિજાજ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
વાનખેડે સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ રહે છે, અહીં બાઉન્ડ્રી ટૂંકી છે અને બાઉન્સ પણ સારો રહે છે, જેને કારણે બેટરને મોટા શોટ રમવા સરળ રહે છે. આ મેદાન પર સામાન્ય રીતે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે.
પિચ પર ઘાસ કોને મદદ કરશે?
અહેવાલ મુજબ વાનખેડેની પિચ લાલ માટીથી બનેલી છે, હાલ પિચ પર થોડું ઘાસ જોવા મળી રહ્યું છે, જેને કારણે પિચ પર ભેજ જળવાઈ રહે છે અને સર્ફેસ ઝડપથી સુકાઈ જતી નથી. મેચની શરૂઆતમાં ઘાસ અને લાલ માટીને કારણે ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. પાવરપ્લેમાં ફાસ્ટ બોલર્સ ઓપનરો સામે મુશ્કેલી ઉભી કરી શકે છે, જો કે મેચ આગળ વધે એક પરિસ્થિતિઓ બેટર્સ માટે અનુકૂળ બની શકે છે.
મિડલ ઓવર્સમાં સર્ફેસ સેટલ થઇ ગયા બાદ સ્પિનરો હોલ્ડ મળી શકે છે અને બોલને ટર્ન કરાવી શકે છે. જો પિચ પરનું ઘાસ ઘસાઈ જાય અથવા પિચ થોડી ખરબચડી થઈ જાય તો સ્પિનર્સ રન પર કાબુ લગાવી શકે છે, પણ એકંદરે, વાનખેડેનો પિચ બેટિંગ માટે અનુકૂળ રહેશે, આજે 200 થી વધુનો ટોટલ બની શકે છે.
વાનખેડે સ્ટેડિયમ T20I રેકોર્ડ:
વાનખેડે સ્ટેડિયમમાં પહેલી ઇનિંગનો એવરેજ 187 રહ્યો છે.
વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધી 16 T20I મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરતી ટીમે 8 અને રન ચેઝ કરતી ટીમે 8 મેચ જીતી છે.
આ મેદાન પર હાઈએસ્ટ સ્કોર 254/6 છે, જે વેસ્ટ ઈન્ડિઝે 23 ફેબ્રુઆરી 2026 ઝિમ્બાબ્વે વિરુદ્ધ બનાવ્યો હતો.
આ મેદાન પર રન ચેઝ કરતા હાઈએસ્ટ સ્કોર - 230/8 છે, જે ઇંગ્લેન્ડે 18 માર્ચ 2016ના રોજ દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો.
અહીં ટોસ જીતનારી ટીમ રનચેઝ કરવાનું પસંદ કરે છે. આજે બીજી સેમિફાઇનલમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કરી શકે છે.
ભારત vs ઇંગ્લેન્ડ T20I હેડ-ટુ-હેડ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 મેચ રમાઈ છે, જેમાં થી ભારતે 17 અને ઇંગ્લેન્ડે 12ના જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં ભારતે ઇંગ્લેન્ડના ચાર વખત હરાવ્યું છે.
બીજી સેમિફાઇનલ આજે સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.