Mon Aug 31 2026

Logo

મુંબઈથી ઉપડતી 22 ડબ્બાની ટ્રેનમાં રેલવે પોલીસ ગાયબ, ગુજરાતમાંથી પકડાયેલા ખેપિયાએ કરી ચોંકાવનારી કબૂલાત

2026-06-13 14:48:00
Author: Mayur Patel
મુંબઈથી ઉપડતી 22 ડબ્બાની ટ્રેનમાં રેલવે પોલીસ ગાયબ, ગુજરાતમાંથી પકડાયેલા ખેપિયાએ કરી ચોંકાવનારી કબૂલાત

અમદાવાદઃ  મુંબઈથી ઉપડતી હમસફર એક્સપ્રેસ 21901 માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં ટ્રેનના  દારૂની ખેપ મારતો એક શખ્સ ઝડપાયો હતો. જયારે TCએ આ મામલે જણાવ્યું કે 22 ડબ્બાની ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નથી. રેલવેમાં મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે.   

TCએ શું કહ્યું 

આ ટ્રેનમાં મુંબઈ સમાચારના પ્રતિનિધિ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે TC સાથે વાત કરી હતી. TC એ જણાવ્યું કે 22 ડબ્બાની ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નથી.

ખેપિયાએ શું કરી કબૂલાત

આ ખેપિયાએ કબૂલ્યું કે દમણથી આ માલ આવે છે અને વાપીના કુખ્યાત બુટલેગર શિવા માટે તે આ હેરાફેરી કરે છે. એટલું જ નહીં આ કામ માટે જાણે કોઈ જ ડર ન હોય હેરાફેરી કરે છે. પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો કે જેલ થશે બીજું શું?  હમસફર એક્સપ્રેસમાં પકડાયેલા દારૂના ખેપિયાનું નિવેદન ચોંકાવનારું છે – 'ચાર-પાંચ દિવસમાં તો હું છૂટી જઈશ'. આ એક વાક્ય સાબિત કરે છે કે બુટલેગરોના મનમાં કાયદાનો ડર નથી. વધુ ગંભીર વાત એ છે કે, જે દારૂની હેરાફેરી થઈ રહી છે તે નકલી હોવાની ચર્ચા છે.