Fri Apr 17 2026

Logo

આવતીકાલથી આઠ દિવસ સુધી શુભ અને સારા કાર્યો નહીં કરી શકાય, જાણી લો કારણ...

2026-02-23 13:57:00
Author: Darshana Visaria
Article Image

હિન્દુ ધર્મમાં હોળી પહેલાં આઠ દિવસના સમયને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન શાસ્ત્રોમાં શુભ કાર્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 2026માં હોળાષ્ટકનો પ્રારંભ આલતીકાલથી એટલે કે 24મી ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે ત્યારે આજે જ તમારા મહત્ત્વના અને શુભ કાર્યો પૂરા કરી લો. આ વખતે હોળાષ્ટ 24મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ત્રીજી માર્ચના હોલિકા દહન સાથે તેનું સમાપન થશે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન આઠ ગ્રહોની નકારાત્મકતામાં વૃદ્ધિ થાય અને એને કારણે વાતાવરણમાં અશુભ ઊર્જાનો પ્રભાવ વધારે જોવા મળે છે. ચાલો જાણી લઈએ કે આખરે હોળાષ્ટક દરમિયાન કયા ગ્રહો ઉગ્રવસ્થામાં હોય છે એ-

હોળાષ્ટક કેમ અશુભ માનવામાં આવે છે?
વાત કરીએ હોળાષ્ટક કેમ અશુભ માનવામાં આવે છે અને એની સાથે સાથે શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે એની તો જ્યોતિષીય માન્યતા અનુસાર હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન આઠ મુખ્ય ગ્રહો ઉગ્ર અવસ્થામાં હોય છે. જેમાં અષ્ટમીના ચંદ્ર,  નવમી પર સૂર્ય, દશમીના શનિ, એકાદશીના શુક્ર, દ્વાદશીના ગુરુ, ત્રયોદશી પર બુધ, ચતુર્દશીના મંગળ અને પૂર્ણિમાના દિવસે રાહુનો સમાવેશ થાય છે. આ તમામ ગ્રહોની ઉગ્રતાને કારણે વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડે છે અને શુભ કાર્યોમાં વિઘ્ન આવવાની શક્યતા રહે છે.

હોળાષ્ટક દરમિયાન શું ના કરશોઃ
⦁    16 સંસ્કાર: હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ કે અન્ય કોઈપણ સંસ્કાર કરવા જોઈએ નહીં.
⦁    નવી ખરીદી: આ સિવાય આ સમયગાળા દરમિયા નવા વાહન, જમીન, મકાન કે સોના-ચાંદીની ખરીદી ટાળવી.
⦁    નવા કાર્યો: નવા વ્યવસાય કે બાંધકામનો પ્રારંભ ન કરવો.
⦁    ગૃહ પ્રવેશ: હોળાષ્ટક દરમિયાન ગૃહ પ્રવેશ પણ નથી કરવાની મનાઈ હોય છે અને આવી સ્થિતિમાં નવવિવાહિત સ્ત્રીઓને આ દિવસોમાં પિયરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

હોળાષ્ટકમાં કરી લો આ ખાસ ઉપાય... 
હોળાષ્ટક દરમિયાન શાસ્ત્રોમાં ભલે શુભ કાર્ય કરવાનું વર્જ્ય છે, પરંતુ જીવનમાંથી નકારાત્મક્તા દૂર કરવા માટે કેટલાક ઉપાયો ચોક્કસ કરી લેવા જોઈએ. આ ઉપાયો વિશે અહીં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. 

⦁    સંતાનપ્રાપ્તિ માટે: લડ્ડુગોપાલની પૂજા કરી ગાયના શુદ્ધ ઘી અને મિશ્રીથી હવન કરવો.
⦁    કરિયરમાં સફળતા: જવ, તલ અને ખાંડ મિશ્રિત સામગ્રીથી હવન કરાવવો.
⦁    ધન પ્રાપ્તિ: કનેરના ફૂલ, હળદરની ગાંઠ, પીળી સરસવ અને ગોળથી હવન કરવાથી આર્થિક તંગી દૂર થશે.
⦁    સ્વાસ્થ્ય માટે: મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને ગુગ્ગળથી હવન કરવો.
⦁    સુખમય જીવન: હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.