ચંબા: હિમાચલના ચંબાથી એક મોટા બસ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ અચાનક પહાડ પરથી નીચે રોડ પર ખાબકી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 11 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરો આ અકસ્માતની ભયાનકતા દર્શાવી રહી છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે કેટલાય લોકોના મૃતદેહ બસમાં જ ફસાયેલા હતા. ભારે જહેમત બાદ બસમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
.
તીસા-બૈરાગઢ રોડ પર ચાલુજ વળાંક પાસે થયો અકસ્માત
પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માત તીસા-બૈરાગઢ માર્ગ પર આવેલા ચાલુજ વળાંક પાસે થયો હતો. અકસ્માતગ્રસ્ત બસ 'શર્મા બસ કંપની'ની હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બસમાં લગભગ 15 થી 20 લોકો સવાર હતા. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ તીસા મોકલવામાં આવ્યા છે.
અકસ્માતમાં 7 લોકોના મોત
માહિતી અનુસાર બસ બૈરાગઢથી ચંબા તરફ જઈ રહી હતી. ચાલુજ વળાંક પાસે તે અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જેમાં ચાર પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં બસના ડ્રાઇવર અને કંડક્ટરનું પણ મોત નીપજ્યું છે. અકસ્માત થયાનું કારણ હજુ બહાર આવ્યું નથી.
પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે જવા રવાના
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તીસા પોલીસ સ્ટેશનના એડિશનલ SHO અનુભવ શર્માએ અકસ્માતની પુષ્ટિ કરી છે.