મુંબઈઃ વરૂણ ધવનની નવી ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' નું ટ્રેલર આવી ગયું છે. ટ્રલર પરથી કહી શકાય કે, ફિલ્મમાં લવસ્ટોરી છે પણ કોની સાથેની રિલેશનશીપ છે એ નક્કી થતું નથી.આ ફિલ્મમાં વરૂણ ધવન સાથે મૃણાલ ઠાકુર, પૂજા હેગડે અને મૌની રોય લીડ રોલમાં છે. આ ફિલ્મ 5 જૂનના રોજ રીલિઝ થઈ રહી છે. એક મોટા બ્રેકબાદ મનીષ પોલ ફરી બિગ સ્ક્રિન પર જોવા મળશે, જ્યારે જીમ્મી શેરગીલનો એક અલગ અવતાર સ્ક્રિન પર દેખાશે. એન્ટીરોલમાં જીમ્મીની એન્ટ્રી કેવી રહેશે એના પર સૌની નજર રહેલી છે.
કોમેડી ટ્રેલર વચ્ચે વાર્તા
ફિલ્મનું ટ્રેલર ફની છે અને કોમેડી છે. સંવાદમાં કેટલીક જગ્યાએ ડબલ મિનિંગ સ્પષ્ટ થાય છે પણ ડાયલોગ્સની બીજી લાઈન એને ક્લિયર કરી દે છે. રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જૂના ગીતને રીક્રિએટ કરવામાં આવ્યા છે. વરૂણ અને મૃણાલના છૂટાછેડાથી ફિલ્મનું ટ્રેલર શરૂ થાય છે, પણ વરૂણની લાઈફમાં જ્યારે પૂજાની એન્ટ્રી થાય છે ત્યારે ખરેખર ફિલ્મમાં રિલેશનશિપ અનબેલેન્સડ થતી દેખાય છે. 'મુજે ઈક બચ્ચા ચહિયે' જેવા સામાન્ય સંવાદ પર વરૂણની એક્ટિંગ ઈમ્પ્રેસ કરે છે પણ કોમેડી એ વાત પર થાય છે કે, આખરે કોની પાસેથી? સિચ્યુએશન કોમેડીને સરળતાથી દર્શકો કલ્પી શકે છે. આના કેટલાક સીન પરથી જહોન અબ્રાહમ અને અક્ષયની ફિલ્મ 'ગરમ-મસાલા' યાદ આવી જાય તો નવાઈ નહીં.
ગીતને રીક્રિએટ કરવામાં આવ્યું
ફિલ્મનું ટ્રેલર તો લોકોને પસંદ પડી રહ્યું છે વાર્તા કેટલી મજબૂત છે એના પર ફિલ્મને હિટ થવાના ચાન્સ છે. ફિલ્મ 'બીવી નં.1'નું 'ચુનરી-ચુનરી' ગીતને રીક્રિએટ કરવામાં આવ્યું છે.અલગ બીટ અને રીધમ સાથે ગીત પ્લે થાય છે ત્યારે ઓરિજિનલ અવશ્ય યાદ આવી જાય એમ છે. કોમેડી ફિલ્મ માટે જાણીતા ડેવિડ ધવને આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. પિતા-પુત્રની જોડીનું આ ચોથું કોલાબ્રેશન મુવી છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ એકદમ રીચ છે અને મ્યુઝિક પણ સારૂ છે. ફિલ્મની વાર્તામાં સંતાન પ્રાપ્તિની કપલ્સની ઈચ્છાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રિલેશનશીપની આંટીઘૂટી વચ્ચે ફિલ્મ આગળ વધે છે. પણ ચંકીપાંડે અને રાકેશ બેદીના નવા અવતારથી ફિલ્મને એક ઔર ઊંચાઈ મળે છે.
