Sun Oct 04 2026

Logo

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026: ડિજિટલ જોખમો સામે રક્ષણ, કર્મચારીઓના સંતાનો માટે ક્રેશની સુવિધા

2026-09-15 17:42:39
Author: Pooja Shah
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026: ડિજિટલ જોખમો સામે રક્ષણ, કર્મચારીઓના સંતાનો માટે ક્રેશની સુવિધા

@CMOGuj


અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે. આ નીતિમાં બાળકોને ડિજિટલ વિશ્વમાં ઊભા થતા જોખમો સામે રક્ષણ પૂરું પાડવાની જોગવાઈઓ છે અને આ સાથે જે ઓફિસોમાં બાળકો માટે ઘોડિયાઘર અથવા ડે કેર સેન્ટરની વ્યવસ્થા પણ કરવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી. ડિજિટલ યુગમાં બાળકો માટે ઑનલાઇન સુરક્ષા એક મહત્વપૂર્ણ પડકાર બની રહી છે.

તેને ધ્યાનમાં રાખીને નીતિમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ સાથે જોડાયેલા સાયબર જોખમો સામે નિવારણ અને પ્રતિભાવની વ્યવસ્થાને મજબૂત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી બાળ સુરક્ષાનો વ્યાપ હવે ભૌતિક જગ્યા પૂરતો નહીં રહે, પરંતુ બાળકની ડિજિટલ દુનિયા સુધી વિસ્તરશે. બાળકો સાથે પ્રત્યક્ષ કામ કરતી સંસ્થાઓમાં જવાબદારી વધુ સ્પષ્ટ બનશે. 

આ નીતિમાં 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ કર્મચારીઓના બાળકો માટે ક્રેશ (ઘોડિયાઘર અથવા ડે કેર સેન્ટર) અથવા મોબાઇલ ક્રેશની સુવિધા પૂરી પાડવાની રહેશે. અથવા તો શિશુ ધરાવતી માતાઓ માટે બાળ સંભાળની યોગ્ય જગ્યા અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે. જાહેર સ્થળોએ પણ બાળકો માટે અનુકૂળ ઝોન અને માતાઓ માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. 

આ સાથે આ માં સમાજના વધુ સંવેદનશીલ વર્ગોના બાળકોને વિશેષ રીતે આવરી લેવામાં આવ્યા છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો, દિવ્યાંગ બાળકો, સ્થળાંતરિત બાળકો, અનાથ બાળકો, અનુસૂચિત જાતિ-જનજાતિના બાળકો, વંચિત સમુદાયોના બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા બાળકો તેમજ સંસ્થાકીય અને વૈકલ્પિક સંભાળમાં રહેતા બાળકો માટે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, એચઆઈવી અથવા થી પ્રભાવિત બાળકો, કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકો તથા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોને પણ નીતિના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે બાળ દુર્વ્યવહાર અને શોષણ સામે ‘ઝીરો ટોલરન્સ’ના અભિગમને નીતિનો આધાર બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર હવે બાળકો જ્યાં રહે છે, ભણે છે, સારવાર મેળવે છે અથવા સેવાઓ મેળવે છે, તેવા તમામ સ્થળોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ વધશે. સરકારનો અભિગમ સ્પષ્ટ છે કે બાળકની સુરક્ષા માત્ર ઘર કે શાળા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બાળક જ્યાં પણ જાય ત્યાં સુરક્ષિત વાતાવરણ તેની સાથે રહે. 

આ સાથે બાળક દુર્વ્યવહાર અથવા શોષણના જોખમમાં હોય અને તેની જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરવી પણ ગંભીર બાબત તરીકે જોવામાં આવશે. નીતિના અમલની વાર્ષિક સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે, જ્યારે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી તેની અમલ પર દેખરેખ રાખશે.