Wed Aug 19 2026

Logo

દેશના દસ સૌથી ગરમ શહેરોમાં આઠ ગુજરાતના, સૌથી ગરમ મહારાષ્ટ્રનું આ શહેર

2026-03-12 19:19:01
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના તાપમાનના આંકડા મુજબ, ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પશ્ચિમ ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનતાં ગુજરાતના અનેક શહેરો દેશના ટોચના ૧૦ સૌથી ગરમ સ્થળોમાં સામેલ થયા હતા.

જોકે દેશનાં સૌથી ગરમ શહેર તરીકે મધ્ય મહારાષ્ટ્રના નંદુરબાર (૪૨.૪ડિગ્રી) હતું, જ્યારે ગુજરાતનું વલ્લભ વિદ્યાનગર ૪૨.૩ ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું  ત્યારબાદ રાજકોટ ૪૧.૯ડિગ્રી સાથે ત્રીજું અને સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી ગરમ શહેર બન્યું હતું. 

ગુજરાતના અનેક શહેરો ટોપ-૧૦ ની યાદીમાં છે. વડોદરા (૪૧.૬ ડિગ્રી), સુરેન્દ્રનગર (૪૧.૫ ડિગ્રી), અમદાવાદ (૪૧.૪ ડિગ્રી), સુરત (૪૧.૦ ડિગ્રી), કેશોદ (૪૦.૭ ડિગ્રી) અને ડીસા (૪૦.૭ ડિગ્રી) એ બધામાં તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાયું હતું, જે રાજ્યભરમાં તીવ્ર ગરમીની સ્થિતિ દર્શાવે છે. 
હવામાન વિભાગ અનુસાર મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતાં છથી નવ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. 

ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો ગરમીનો પ્રકોપ જણાવી રહી છે.સૂકા પવનો અને સ્વચ્છ આકાશને કારણે આંતરિક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ સાથે હજુ અમુક દિવસો સુધી વાતાવરણમાં ગરમી જોવા મળશે, તેમ પણ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.