Sun Sep 27 2026

Logo

રાજ્યભરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા DGPની તાકીદ

2026-09-26 22:37:00
Author: Mumbai Samachar Team
રાજ્યભરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા DGPની તાકીદ

અમદાવાદઃ રાજ્યમાં જાહેર સલામતી વધુ સુદ્રઢ કરવા તથા ક્રાઈમ પ્રિવેન્શન અને ત્વરિત ડિટેક્શનના ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં સીસીટીવી સર્વેલન્સને લોકભાગીદારી થકી વધુ વ્યાપક અને મજબૂત બનાવવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાનેન્દ્રસિંહ મલિક જ્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર  તરીકે સેવારત હતા, ત્યારે નાગરિકો, વેપારી સંગઠનો અને વિવિધ એસોસિએશનોના સ્વૈચ્છિક સહયોગથી નોંધપાત્ર સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. 

ગેમ ચેન્જર સાબિત થયા કેમેરા

નાગરિકોના આ સક્રિય સહયોગના પરિણામે શહેરમાં ક્રાઈમ પ્રિવેન્શન કરવામાં અને ખાસ કરીને ક્રાઈમ ડિટેક્શનમાં પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી હતી. લોકભાગીદારીથી ઊભું થયેલું આ નેટવર્ક સુરક્ષા વ્યવસ્થામાં ગેમ ચેન્જર તરીકે સાબિત થયું હતું. અમદાવાદમાં આ પ્રયોગ સફળ થયા બાદ સમગ્ર રાજ્યમાં લાગુ કરીને નાગરિકોની સીધી ભાગીદારીથી સલામતી માટેનું એક મજબૂત કવચ તૈયાર કરવા માટે ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં 3.88 લાખથી વધારે સીસીટીવી કેમેરા ચાલુ છે. પણ એનાથી જાહેર માર્ગ, પાર્કિંગ કે સોસાયટીઓના એન્ટ્રી કે એક્ઝિટને આવરી લેતા કેમેરા ખૂબ ઓછા પ્રમાણમાં છે જે ખરેખર હોવા જોઈએ. આ લોકોની સુરક્ષા સાથે જોડાયેલો એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. 

નાગરિકોને ખાસ અપીલ

આનો સીધો લાભ નાગરિકોની સુરક્ષા તથા શાંતિ માટે કરવામાં આવી રહ્યો છે. આ વ્યવસ્થામાં વધારો થતા સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત બની રહેશે. આ મુદ્દાને ધ્યાને રાખીને રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ મહાનગરના શહેર કમિશનર, જિલ્લા પોલીસ વડાને કડક સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક સોસાયટીઓ તથા વ્યાપારી સંસ્થાઓ સંવાદ સાથે બેઠક યોજી મહત્તમ સીસીટીવી કેમેરા લગાડવા માટે વધુને વધુ લોકો સ્વેચ્છાએ પ્રેરાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.  નાગરિકો જ્યારે પોતાની સોસાયટી કે વ્યાપારી પરિસરમાં સીસીટીવી લગાવવાનું આયોજન કર્યું, ત્યારે તે કેમરા માત્ર અંદર પુરતા
મર્યાદિત ન રહેતાં બહારના મુખ્ય રો, પાર્કિંગ અને અવરજવરના મુખ્ય પોર્સને આવરી લે તે હિતાવહ છે. આ ઉપરાંત, નાઇટ વિઝન ક્ષમતા અને આધુનિક મેગાપિકલ કે તેથી વધુ રીઝોલ્યુશન ઘરાવતા તેમજ પૂરતો વિડીયો બ્રેકઅપ ધરાવતા કેમેરા પસંદ કરવાથી સ્ક્રિનશોટથી પણ ઉત્તમ સર્વેલન્સ મળે છે અને અસામાજિક તત્ત્વોમાં એક ભયનો માહોલ ઊભો થાય છે. આ માટે સૌ નાગરિકોને કેમેરા લગાવવા માટે અપીલ કરવામાં આવી છે.