Tue Oct 06 2026

Logo

ભીડમાં પત્ની આલિયા ભટ્ટની સંભાળ રાખતા જોવા મળ્યો રણબીર કપૂર, વાયરલ વીડિયોએ જીત્યા ફેન્સના દિલ

2026-09-27 15:54:24
Author: Mumbai Samachar Team
ભીડમાં પત્ની આલિયા ભટ્ટની સંભાળ રાખતા જોવા મળ્યો રણબીર કપૂર, વાયરલ વીડિયોએ જીત્યા ફેન્સના દિલ

Love & War (2027)


મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીર ભીડ વચ્ચે પત્ની આલિયાની કાળજી રાખતા નજરે પડ્યા હતા. દર્શકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવી ફિલ્મ 'લવ એન્ડ વોર'ની ટીમ હાલમાં જ મુંબઈમાં ડિનર માટે મળી હતી. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિક્કી કૌશલ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી એકસાથે સ્પોટ થયા હતા. 

ઘરે જતા પહેલા રેસ્ટોરાં બહાર આ સ્ટાર્સ પેપ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. એ જ સમયે એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું સુંદર બોન્ડિંગ જોવા મળ્યું હતું, જેના અંગે લોકોએ પણ પ્રતિક્રિયા આપી હતી.

જો કે જયારે કપલ પોતાની કાર તરફ જઈ રહ્યું હતું ત્યારે રણબીરનો પત્ની આલિયા માટે પ્રોટેક્ટિવ અંદાજ જોવા મળ્યો હતો. જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા અને રણબીર આ વીડિયોમાં ભરપૂર પ્રેમ લૂંટાવી રહ્યા હતા. 

આલિયાને રણબીરે કરી પ્રોટેક્ટ 
આ મુલાકાત દરમિયાન આલિયા પીળા રંગના સ્કર્ટ અને મેચિંગ સૂટ સેટમાં અત્યંત સુંદર લાગી રહી હતી. આ લૂકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ વાળમાં નીટ બન બનાવેલો હતો. વિક્કીને વિદાય આપ્યા બાદ આલિયા ભટ્ટ પતિ રણબીર સાથે પેપ્સની ભીડ વચ્ચે કાર તરફ વધવા લાગી હતી ત્યારે રણબીરે ભીડ વચ્ચે આલિયાની કમર પકડીને રોમેન્ટિક અંદાજમાં રેસ્ટોરા બહારની ભીડથી સુરક્ષિત કારમાં બેસતા જોવા મળ્યા હતા. 

જોડી પર ફિદા થયા ફેન્સ 
જયારે આ કપલ પોતાની કાર તરફ જઈ રહ્યું હતું ત્યારે આલિયાને પ્રોટેક્ટ કરવા માટે રણબીરે આલિયાની કમર પર મજબૂતાઈથી હાથ રાખેલો હતો અને તે સુરક્ષિત રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું હતું. તેનો આ કેરિંગ અંદાજ દરેક ચાહકોને પસંદ આવી રહ્યો છે. આ પળે આલિયા શરમાતી દેખાય હતી, આ પ્રતિકિયા રણબીરના કેરિંગ અંદાજ પર તેણે આપી હતી. કપલની આ મોમેન્ટથી ચાહકો પણ ખુશ થયા હતા. 

'લવ એન્ડ વોર' રિલીઝ ડેટ 
તાજેતરમાં જ 'લવ એન્ડ વોર'થી આલિયા, રણબીર અને વિક્કીના ફર્સ્ટ લુક પોસ્ટર બહાર આવ્યું છે, જેમ તેમના પાત્રો અલગ અલગ રીતે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી, 2027એ સિનેમાઘરોમાં જોવા મળશે.