નવી દિલ્હીઃ બેંક યુનિયનોએ દેશભરમાં 3 દિવસની હડતાળનું એલાન કર્યું છે. તેથી આવતીકાલથી ત્રણ દિવસ સુધી બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે. ગ્રાહકોની સુવિધા અને જરૂરી બેંકિંગ વ્યવહારો માટે આજે રવિવારે પણ સરકારી બેંકો ખુલ્લી રાખવામાં આવી છે. જાણો આજે કઈ બેંકો ખુલ્લી રહેશે અને કયા કામ કરી શકાશે...
28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી બેંક કર્મચારીઓ હડતાળ
આજે 27 સપ્ટેમ્બર એટલે કે રવિવારે રજાના દિવસે પણ બેંકો ખુલ્લી રહેશે. આજે દેશની જાહેર ક્ષેત્રની બેંકો તેમજ પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં કામકાજ ચાલુ રહેશે. તેનું કારણ એ છે કે આવતીકાલે 28 સપ્ટેમ્બર, સોમવારથી 30 સપ્ટેમ્બર, બુધવાર સુધી બેંક કર્મચારીઓની 3 દિવસની હડતાળ રહેશે. આથી જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ હોય તો આજે જ પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. ગ્રાહકોની સુવિધા માટે રિઝર્વ બેંક દ્વારા રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Strike Ahead, March On! pic.twitter.com/ytIi8Mq1f6
— All India Bank Officers' Confederation (AIBOC) (@aiboc_in) September 27, 2026
એપ અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અનુરોધ
રિઝર્વ બેંકના નિર્દેશોને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને જરૂરી કામ અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપી છે. ગ્રાહકો YONO, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, ATM અને કેશ ડિપોઝિટ મશીન જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ પણ ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ અને 24 કલાક ઉપલબ્ધ બેંકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ICICI બેંક, HDFC બેંક, AXIS બેંક અને ઈંડસઈંડ બેંક જેવી ખાનગી બેંકોમાં પણ આજે સામાન્ય રીતે બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહી શકે છે.
આજે રવિવારે કઈ સરકારી બેંકો ખુલ્લી રહેશે?
આજે રવિવારે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. તેમાં મુખ્યત્વે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB), કેનરા બેંક (Canara Bank), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India) સામેલ છે. જો તમારે ચેક જમા કરાવવો હોય, પાસબુક અપડેટ કરાવવી હોય, રોકડ જમા કરાવવી કે ઉપાડવી હોય અથવા અન્ય કોઈ જરૂરી બેંકિંગ કામ કરવું હોય, તો આજે જ બેંકમાં જઈને કામ પૂર્ણ કરી લેવું ફાયદાકારક રહેશે. કારણકે ત્યારબાદ 3 દિવસ સુધી બેંકોમા કોઈપણ કામ થશે નહીં.
🚨 NOW OR NEVER! 🚨
— United Forum Of Bank Unions (@UFBUPUNE) September 22, 2026
No positive response. No 5-Day Banking yet.
✊ 28th • 29th • 30th SEPTEMBER — 3 DAYS STRIKE!
This is not the time to stay silent or sit back. This is the time to STAND UNITED, STAND STRONG & STAND TOGETHER!
🔥 Every member. Every cadre. Every branch.
🔥… pic.twitter.com/Xvan2HOiCa
આગામી 3 દિવસ બેંકોમાં કામકાજ કેમ પ્રભાવિત રહેશે?
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 3 દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેંક કર્મચારી સંગઠનો દ્વારા અઠવાડિયામાં 5 દિવસ બેંકિંગ, પેન્શન સિસ્ટમમાં સુધારા અને પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે. હડતાળ દરમિયાન બેંકની શાખાઓમાં કામકાજ બંધ અથવા મોટા પ્રમાણમાં પ્રભાવિત રહી શકે છે. જોકે ATM, ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિડ્રોલ મશીન (ADWM), UPI અને અન્ય ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેવાની અપેક્ષા છે, જેથી ગ્રાહકોને રોકડ ઉપાડવા અને ઓનલાઈન વ્યવહારો કરવામાં સુવિધા મળી શકે!