Sat Apr 18 2026

Logo

ગોરેગામમાં આવતા અઠવાડિયે ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે...

2026-03-06 21:47:16
Author: sapna desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગોરેગામ (પૂર્વ)માં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી(ફિલ્મસીટી) રોડ પરના ફ્લાયઓવરના અપ્રોચ રોડમાં આવતા ૭૫૦ મિલીમીટર વ્યાસની ડાઈવર્ટ કરવામાં આવેલી પાઈપલાઈનમાં અમુક સમારકામ કરવામાં આવવાના છે. આ કામ ૧૦ માર્ચ,  મંગળવારના સવારના નવ વાગ્યાથી ૧૧ માર્ચ, બુધવાર સવારના નવ વાગ્યા સુધી ૨૪ કલાક માટે કરવામા આવવાના છે.

આ ૨૪ કલાક દરમ્યાન ગોરેગામના  અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે તો અમુક જગ્યાએ આંશિક રીતે બંધ રાખવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ અમુક જગ્યાએ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. આ સમય દરમ્યાન પાણીનો સ્ટોક કરી રાખવાની અપીલ પાલિકા પ્રશાસને નાગરિકોને કરી છે.

પી પૂર્વ વિભાગ: શિવશાહી પ્રોજેક્ટ (નિયમિત પાણી પુરવઠાનો સમય - બપોરે ૧૧.૪૫ થી સવારે ૦૫.૪૫) પાણી પુરવઠો બંધ રહેશે.

પી પૂર્વ વિભાગ: શ્રી કૃષ્ણ નગર, ઇન્દિરા ગાંધી સંશોધન સંસ્થા (નિયમિત પાણી પુરવઠાનો સમય - સવારે ૦૩.૩૦ થી સવારે ૦૯.૦૦) પાણી પુરવઠો બંધ રહેશે.

પી દક્ષિણ વિભાગ: સેટેલાઇટ ટાવર, સંતોષ નગર, માલી નગર, હબાલે પાડા, ઉમરશેઠ પાડા, નાગરમોડ પાડા, સુનીલ મેદાન, ફિલ્મ સિટી રોડ સાથેના વિસ્તારો (નિયમિત પાણી પુરવઠાનો સમય - મધ્યરાત્રિ પછી બપોરે ૧૨.૦૦ થી સવારે ૦૩.૦૦) પાણી પુરવઠો બંધ રહેશે.

પી દક્ષિણ વિભાગ: મોહન ગોખલે માર્ગ, કૃષ્ણ વાટિકા માર્ગ, સાંઈ માર્ગ અને આર્ય ભાસ્કર માર્ગ (નિયમિત પાણી પુરવઠાનો સમય - બપોરે ૧૨.૦૦ થી સવારે ૦૩.૦૦) ઓછા દબાણે પાણી પુરવઠો.