મુંબઈઃ રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરિઝ અનુસાર આગળ વધી રહી છે. હવે આ ફિલ્મનો પાંચમો ભાગ આવી રહ્યો છે. ફિલ્મને લઈને હજુ પણ કેટલાક દર્શકો એવું કહે છે કે, 'ગોલમાલ' જે પહેલા ભાગમાં મજા આવતી એવી બીજા કોઈમાં આવી નથી. પાંચમા ભાગમાં અનોખી કોમેડી લઈને સ્ક્રિન પર રોહિત એક અલગ પ્રયોગ કરવા જઈ રહ્યા છે. 'ગોલમાલ-5'માં હવે અજય દેવગન સાથે અક્ષય કુમારે પણ હાથ મિલાવ્યા છે. બે એક્શન સ્ટાર હવે ફરીવાર એક જ સ્ક્રિન પર કોમેડી કરતા જોવા મળશે.
અજય દેવગનની ફિલ્મ પણ આવશે
આ પહેલા અજય દેવગન અને અક્ષય કુમારનું સ્ક્રિન ક્નેક્શન 'સિંઘમ' થી શરૂ થયું હતું. એ પછી 'સિંઘમ રીટર્ન','સિમ્બા', 'સૂર્યવંશી' અને છેલ્લે 'સિંઘમ અગેઈન'થી સ્ક્રિન કેમેસ્ટ્રી ક્નેક્ટ થઈ હતી. હવે અક્ષય અને અજય કોમેડી કરતા જોવા મળશે. અક્ષયની રોહિચ શેટ્ટીના 'ગોલમાલ' પ્રોજેક્ટ પર ઓફિશિયલ એન્ટ્રી થઈ ચૂકી છે. આ ફિલ્મનું શુટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે, આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થાય એવી શક્યતાઓ છે.

આ વર્ષે અજય દેવગનની કોઈ ફિલ્મ રીલિઝ થઈ નથી.'દ્રશ્યમ' ફિલ્મની આગામી ફ્રેન્ચાઈઝીને લઈને કામ ચાલી રહ્યું છે એવામાં રોહિત શેટ્ટીના પ્રોજેક્ટ પર હવે ફોક્સ છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે, 'ધમાલ-4'થી અજય દેવગન આ વર્ષની શરૂઆત કરી શકે છે. આ પછી 'રેંજર' જેવી ફિલ્મમાં એક્શન સિક્વન્સમાં જોવા મળશે.અક્ષય કુમારની વાત કરવામાં આવે તો 'ભૂત બંગલા' ફિલ્મથી ફરીવાર એનો કોમેડી અવતાર જોવા મળ્યો છે.

ગોવામાં થશે ફિલ્મનું શુટિંગ
આ પછી 'વેલકમ ટુ જંગલ' ફિલ્મનું ટ્રેલર આવતા એકવાત નક્કી થઈ કે, બેક ટુ બેક અક્ષય કોમેડી ડોઝ લઈને આવી રહ્યો છે. આ સિવાય પણ હજુ એમની બે ફિલ્મ લાઈન પર છે, જે આ વર્ષે રીલિઝ થવાની છે. 'ગોલમાલ' ફિલ્મની આગામી સીઝનનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મને લઈને સમગ્ર પ્લાન તૈયાર છે, મોટાભાગનું શુટિંગ ગોવામાં થવાનું છે. આ ફિલ્મમાં હવે અન્ય કેટલાક ચહેરા પણ જોવા મળશે જે કોમેડી કરીને દર્શકોને હસાવશે. ફિલ્મમાં કેટલાક ડાન્સ સોંગ પણ છે. ફિલ્મની સ્ટોરી શું છે અને વિષય કેવો છે એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. 'ગોલમાલ'ની આ નવી સીરિઝમાં બધુ જ નવું હશે. આ ફિલ્મમાં ફરીવાર ગોવાના કેટલાક અજાણ્યા લોકેશન જોવા મળશે.આ વખતે આ પ્રોજેક્ટ ટીમમાં અજય દેવગન, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કૃણાલ ખેમુ લીડ રોલમાં છે. આ યાદીમાં હવે અક્ષયની એન્ટ્રી થઈ ચૂકી છે.