Sun Sep 06 2026

Logo

ત્રણ રાશિઓ છે માતા લક્ષ્મીની મનગમતી રાશિઓ, ક્યારેય નથી વર્તાતી પૈસાની કમી...

2026-04-25 16:34:00
Author: Darshana Visaria
ત્રણ રાશિઓ છે માતા લક્ષ્મીની મનગમતી રાશિઓ, ક્યારેય નથી વર્તાતી પૈસાની કમી...

જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિની વિશેષતા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને દરેક દેવી-દેવતાઓની અમુક ચોક્કસ ફેવરેટ રાશિ હોય છે. આજે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું ધનની દેવી એટલે કે દેવી લક્ષ્મીની મનગમતી રાશિ વિશે. માતા લક્ષ્મીની મનગમતી રાશિઓ પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને આ રાશિના જાતકોને ક્યારેય ધનની કમી નથી વર્તાતી. 

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જે જાતકોનો શુક્ર ગ્રહ મજબૂત હોય, તેમને જીવનમાં ક્યારેય ભૌતિક સુખ-સુવિધાઓ કે પૈસાની કમી રહેતી નથી. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને પ્રેમ, સુંદરતા અને વૈભવનો કારક છે. જ્યારે શુક્ર શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિનું જીવન રાજા જેવું ઠાઠમાઠ વાળું બની જાય છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જે મા લક્ષ્મીની મનગમતી રાશિઓ છે અને જેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે... 

વૃષભ: 

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, તેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તેમના પર અવિરત વરસે છે. વૃષભ રાશિના જાતકો સ્વભાવે શાંત અને સંતુલિત હોય છે. તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને સંબંધો નિભાવવામાં માહિર હોય છે. જીવનમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મેળવવાની તેમનામાં ગજબની ક્ષમતા હોય છે.

તુલા: 

તુલા રાશિના જાતકો તેમની બુદ્ધિ અને સંતુલિત વિચારસરણી માટે ઓળખાય છે. લક્ષ્મીજીની કૃપાથી તેઓ દરેક પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી શકે છે. તેમની મજબૂત નિર્ણયશક્તિ તેમને કરિયર અને બિઝનેસમાં મોટો આર્થિક લાભ અપાવે છે. તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરે છે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર અને નેતૃત્વ ગુણો ધરાવતા હોય છે. તેઓ જે પણ કાર્ય હાથમાં લે છે તેને પૂરી જવાબદારીથી પૂર્ણ કરે છે. દેવી લક્ષ્મીની કૃપાને કારણે તેમને નાણાકીય બાબતોમાં હંમેશા શ્રેષ્ઠ તકો મળે છે. નિયમિત લક્ષ્મી પૂજનથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે.

વધુ જુઓ...