તહેરાનઃ પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને યુએસ વચ્ચે વધી રહેલા મિલિટરી ઑપરેશને ફરી એકવાર દુનિયાભરના દેશની ઊંઘ છીનવી લીધી છે. આ યુદ્ધના કારણે સમગ્ર દુનિયાના દેશનું ધ્યાન હોર્મુઝ તરફ ખેંચાયું છે. હોર્મુઝ એનર્જી ટ્રેડ માટે સૌથી જરૂરી જળમાર્ગ પૈકી એક છે. નિષ્ણાંતોએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે, જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલું રહ્યું તો અથવા શિપિંગ વેસલ્સના રૂટમાં કોઈ અડચણ ઊભી થઈ તો ગ્લોબલ સપ્લાઈ ચેઈન ખોરવાઈ શકે છે, જેમાં ભારતના એનર્જી ઈમ્પોર્ટ અને ઈન્ટરનેશનલ ટ્રેડનો પણ સમાવેશ થાય છે. દુનિયાભરના રાષ્ટ્રને સ્પર્શતા કેટલાક ચોક પોઈન્ટ પણ અગત્યના છે.
શું છે ચોકપોઈન્ટ?
દુનિયાભરના મહાસાગરમાં ઘણા પાતળા જળમાર્ગો છે, જેને મેરિટાઈમ ચોકપોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના જળમાર્ગ ખૂબ જ અગત્યના હોય છે. ગ્લોબલ ટ્રેડ અને એનર્જી શિપમેન્ટનો મોટાભાગનો સામાન આ જ જળમાર્ગેથી પસાર થાય છે. જો આમાંથી કોઈપણ ચોકપોઈન્ટ લડાઈ, અકસ્માત અથવા કોઈ પોલિટિકલ તકરારના કારણે બ્લોક કે બંધ થઈ જાય છે તો ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મોટી અડચણ ઊભી થઈ શકે છે, જેની સીધી અસર જે તે રાષ્ટ્રની અર્થ વ્યવસ્થા પર પડી શકે છે. આ એક એવો જળમાર્ગ છે જે સમુદ્ર કે ખાડીની બે મોટી જગ્યાઓને જોડે છે.
મહાસાગરમાં કેટલા ચોકપોઈન્ટ?
ગ્લોબલ ટ્રેડ અને એનર્જી ટ્રાંસપોર્ટમાં મહત્ત્વની ભૂમિકા અદા કરતા મેરિટાઈમ ચોકપોઈન્ટ અન્ય વ્યાપારની દ્રષ્ટિએ પણ મહત્ત્વના છે. હોર્મુઝ સ્ટ્રેટ ફારસની ખાડી, ઓમાન ક્રિકને અરબ સાગર સાથે જોડે છે. મિડલ ઈસ્ટમાંથી તેલ મંગાવવા માટેનો આ સૌથી સુરક્ષિત અને જરૂરી જળમાર્ગ છે. મલક્કા સ્ટ્રેટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચે છે, જે હિન્દ મહાસાગર તથા પેસિફિક મહાસાગરને જોડે છે. આનાથી એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટ વચ્ચે ટ્રેડ માટે જરૂરી જળમાર્ગ બન્યો છે. સ્વેજ નહર એક કૃત્રિમ જળમાર્ગ છે, જે રાતા સમુદ્રને ભૂમધ્ય સાગર સાથે જોડે છે. યુરોપ અને એશિયા વચ્ચે શિપિંગ માટે આ રૂટ અતિ મહત્ત્વનો માનવામાં આવે છે.
હોર્મુઝ સ્ટ્રેટ સૌથી ખતરનાક કેમ?
પનામા કેનાલ એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. આ સિવાય તુર્કિશ સ્ટ્રેટ જેમાં બોસ્પોરસ અને ડાર્ડનેલ્સ પણ સામેલ છે એ મેડિટેરેનિયન સી સાથે જોડે છે. દુનિયાના તમામ ચોકપોઈન્ટમાં હોર્મુઝ સ્ટ્રેટને સૌથી ખતરનાક ક્રિક માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે, આ જળમાર્ગ ફારસના ખાડી પ્રદેશમાં તેલ ઉત્પાદન કરતા દેશ માટે મુખ્ય એક્સપોર્ટનો જળમાર્ગ છે. ગ્લોબલ ડેટા એનર્જીના રીપોર્ટ અનુસાર દુનિયાના લગભગ 20થી 25 ટકા વેપાર તેમજ 20 ટકા ગ્લોબલ LNG શિપમેન્ટ દૈનિક ધોરણે આ રસ્તેથી પસાર થાય છે. આ ઉપરાંત ભૌગોલિક સ્થિતિને ધ્યાને લેતા આ સૌથી પાતળો જળમાર્ગ છે. એટલા માટે ઘણીવાર શિપમેન્ટ અટકી જવાનું જોખમ વધારે રહે છે. 21 માઈલની પહોળાઈમાંથી જળમાર્ગની સ્થિતિ પણ ઘણીવાર પાણીના કારણે કપરી રહે છે.
તેલના ટેન્કર માટેનો કોરિડોર
આ રૂટને તેલના ટેન્કર માટેનો સૌથી જાણીતો કોરિડોર માનવામાં આવે છે. મોટા-મોટા ઓઈલ ટેન્કર અને માલવાહક જહાંજ અહીંયાથી પસાર થાય છે. સૌથી નાના કોરિડોરમાંથી પસાર થતા શિપ અને માલવાહક જહાંજ જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે સૌથી વધારે સતર્ક રહે છે. ખાડીના દેશ સુધી મોટી સંખ્યામાં જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે અન્ય કોઈ જળમાર્ગ નથી. કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશ તેલ તેમજ કુદરતી ગેસને એક્સપોર્ટ કરવા આ રસ્તાનો ઉપયોગ કરે છે. હવે સ્ટ્રેટ રૂટમાં કોઈ શિપિંગ અટકી જાય તો સમગ્ર સપ્લાય ચેઈન ખોરવાય છે. હોર્મુઝના ચોક્કસ લોકેશન વિશે વાત કરવામાં આવે તો ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં ઓમાનને સ્પર્શે છે. લડાઈને કારણે ઈરાને આ રૂટ બંધ કરવા નિર્ણય કર્યો હતો, જેની સીધી અસર પશ્ચિમી રાષ્ટ્ર પર થઈ.