Tue Aug 25 2026

Logo

બિહારમાં ટેક્સટાઈલ પાર્ક ક્યારે બનશે? સવાલ સાંભળતા જ ભાજપના કેન્દ્રીય પ્રધાને કર્યું આવું

2026-02-15 12:18:00
Author: Mayur Patel
બિહારમાં ટેક્સટાઈલ પાર્ક ક્યારે બનશે? સવાલ સાંભળતા જ ભાજપના કેન્દ્રીય પ્રધાને કર્યું આવું

 

પટનાઃ એરપોર્ટ પર કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહને બિહારમાં ટેક્સટાઈલ પાર્કના નિર્માણ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. બિહારમાં ટેક્સટાઈન ઉદ્યોગના વિકાસ અને ટેક્સટાઈલ પાર્કને લઈ  વિપક્ષ દ્વારા સતત નિશાન સાધવામાં આવે છે. 

મળતી વિગત પ્રમાણે, કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહ પટના એરપોર્ટ પર મુસલમાન, પાકિસ્તાન, વંદે માતરમ વિવાદઅને રાહુલ ગાંધી પર નિવેદન આપતા હતા. ત્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે, બિહારમાં ટેક્સટાઈલ પાર્ક ક્યારે બનશે? જે બાદ ગિરિરાજ સિંહે કહ્યું, અરે ભાઈ બનશે, પરેશાન કેમ થઈ રહ્યો છે. ટેક્સટાઈલ ઉદ્યોગકને પ્રોત્સાહન આપવા દેશના વિવિધ રાજ્યોમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવમાં આવી રહ્યા છે પરંતુ બિહારના રહેવાસી અને બેગુસરાયથી ભાજપના સાંસદ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે તેમના જ રાજ્યમાં ટેક્સટાઈલ પાર્ક વિકસિત કરવા ખાસ પ્રયાસ કર્યા નથી. જેને લઈ વિપક્ષ સતત તેમની આલોચના કરે છે.

કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહ તેમના  નિવેદનો માટે જાણીતા છે. પરંતુ, પટના એરપોર્ટ પર એક અલગ જ નજારો જોવા મળ્યો હતો.પ્રધાનત્યાં હાજર પત્રકારોને પાકિસ્તાન, વંદે માતરમ અને અન્ય રાજકીય વિવાદો પર પોતાનું નિવેદન આપી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે એક પત્રકારે બિહારની આર્થિક પ્રગતિને લગતો સીધો સવાલ પૂછ્યો કે રાજ્યમાં ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ ક્યારે શરૂ થશે, ત્યારે  ગિરિરાજ સિંહના તેવર બદલાઈ ગયા હતા. તેમણે સવાલને ગંભીરતાથી લેવાને બદલે ઉતાવળમાં ટાળી દીધો હતો. બિહાર જેવા રાજ્યમાં, જ્યાં રોજગારી માટે કાપડ ઉદ્યોગ એક મોટો આધાર બની શકે છે, ત્યાં કેન્દ્રીય પ્રધાનના આ મૌને નવા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે.