Sun Oct 04 2026

Logo

ગાંધીનગરમાં કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગની ક્રેઈન તૂટી પડી, શ્રમિકો દટાયા હોવાની આશંકા

2026-09-09 22:45:00
Author: Chandrakant Kanoja
ગાંધીનગરમાં કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગની ક્રેઈન તૂટી પડી, શ્રમિકો દટાયા હોવાની આશંકા

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા કુડાસણ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેઈન પર તૂટી પડી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં 15  જેટલા  શ્રમિકો દબાયા હોવાની આશંકા છે.

10 થી 15 જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા 

આ અંગે મળતી માહિતી મુજબ નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેઈન પર તૂટી પડી હતી. જેના પગલે સ્થળ પર  ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. તેમજ  કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું. જેના લીધે 10 થી 15 જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું

તેમજ આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે. તેમજ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે.