ન્યૂ યોર્ક: આગામી 11મી જૂનથી અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાનારા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ માટેનું સત્તાવાર ગીત કૉલમ્બિયાની સુપરસ્ટાર સિંગર શકીરા તેમ જ ઍફ્રોબીટ્સ આઇકન બર્ના બૉયે ભેગા થઈને બહાર પાડ્યું છે.
ફિફા વર્લ્ડ કપનું આ ઍન્થમ `ડાય ડાય...' તરીકે ઓળખાશે જેનો `ચલો...' અર્થ થાય છે.
આ ગીત ખાસ કરીને દક્ષિણ અમેરિકાના પ્રખ્યાત સંગીત પર આધારિત છે. શકીરા વર્લ્ડ કપ ઍન્થમ ગાવા માટે જગવિખ્યાત છે.
આ સૉન્ગમાં વિશ્વના જાણીતા ફૂટબૉલ ખેલાડીઓના નામ તેમ જ વર્લ્ડ કપમાં પહેલી જ વખત ભાગ લેનાર 48 દેશના નામ સમાવવામાં આવ્યા છે. અનોખા અને ફૂટબૉલપ્રેમીઓને રોમાંચિત કરી દે એવા આ સૉન્ગમાં `બ્રાઝિલ, ઉરુગ્વે, આર્જેન્ટિના, કૉલમ્બિયા...'ના નામ લેવામાં આવે છે. શકીરાના દમદાર અને અસરદાર અવાજમાં `મેક્સિકો, જાપાન, કોરિયા, નેધરલૅન્ડ્સ...' પણ બોલવામાં આવે છે.