Thu Apr 30 2026

Logo

આયાતી તેલમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક

2026-04-30 20:10:44
Author: Ramesh Gohil
Article Image

એપ્રિલમાં મલયેશિયાની પામતેલની નિકાસમાં 14.31 ટકાનો ઘટાડો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ પાંચ રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 193 સેન્ટનો ઉછાળો આવ્યો હતો. આમ આજે વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટાછવાયાં કામકાજ રહેતાં આયાતી તેલના ભાવમાં બાઉન્સબૅન્ક જોવ મળ્યું હતું, જેમાં 10 કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. 20 અને આરબીડી પામોલિન તથા સન રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા. આ સિવાય મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલે દેશી તેલમાં કપાસિયા રિફાઈન્ડ અને સરસવના ભાવમાં અનુક્રમે 10 કિલોદીઠ રૂ. 10 અને રૂ. પાંચ વધી આવ્યા હતા, જ્યારે સિંગતેલમાં ટકેલું વલણ રહ્યું હતું.


દરમિયાન કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલ મહિનામાં મલયેશિયાની પામતેલની નિકાસ આગલા માર્ચ મહિનાના 16,58,021 ટન સામે 14.31 ટકા ઘટીને 14,20,818 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું. 

વધુમાં આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ બુંગેના આરબીડી પામોલિનના રૂ. 1435 અને સોયા રિફાઈન્ડના રૂ. 1485, એડબ્લ્યુએલનાં આરબીડી પામોલિનના રૂ. 1460, સોયા રિફાઈન્ડના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1700, ગોકુલ એગ્રોના સન રિફાઈન્ડના રૂ. 1630, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1475, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1450, સોયા રિફાઈન્ડના રૂ. 1485 અને સન રિફાઈન્ડના રૂ. 1670 અને એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1477 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયા હતા. આ સિવાય આજે ગોકુલ એગ્રોની એપ્રિલ કોન્ટ્રાક્ટમાં આરબીડી પામોલિનમાં રૂ. 1415ના ભાવે બાયબેકમાં લેવાલી નીકળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

વધુમાં આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 4000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1300થી 1480માં અને રાજકોટ મથકે 2000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1300થી 1475માં થયા હતા. તેમ જ આજે ગોંડલ મથકે સિંગતેલના વેપાર 10 કિલોદીઠ રૂ. 1575માં, વૉશ્ડ કૉટનના રૂ. 1425થી 1430માં અને કૉટન રિફાઈન્ડના વેપાર રૂ. 1475થી 1480માં થયા હતા. આ સિવાય આજે રાજકોટ મથકે સ્થાનિક તેમ જ દેશાવરોની માગની માગ અનુસાર મિશ્ર વલણ રહેતાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. પાંચના ઘટાડા સાથે રૂ. 2505માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 10ના સુધારા સાથે 1575માં થયા હતા. તેમ જ આજે મધ્ય પ્રદેશનાં મથકો પર 50,000 ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5950થી 6150માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 6150થી 6275માં થયાના અહેવાલ હતા. 

આજે હાજરમાં પાંખાં કામકાજો વચ્ચે દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1455, સોયા રિફાઈન્ડના રૂ. 1510, સન રિફાઈન્ડના રૂ. 1660, સિંગતેલના રૂ. 1610, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1490 અને સરસવના રૂ. 1475ના મથાળે રહ્યા હતા.