Sun Sep 06 2026

Logo

આખરે ટ્રમ્પ નરમ પડ્યા, યુદ્ધ રોકવા માટે મૂકી મોટી શરત...

washington dc   2026-03-06 22:27:00
Author: Viral Rathod
આખરે ટ્રમ્પ નરમ પડ્યા, યુદ્ધ રોકવા માટે મૂકી મોટી શરત...

વોશિંગટનઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને હવે અમેરિકાએ યુદ્ધ રોકવા માટે ઈરાન સામે મોટી શરત મૂકી છે. પહેલીવાર ટ્રમ્પ કોઈ સમાધાન કરવા માટે તૈયાર થયા છે. યુદ્ધ રોકવા માટે ઈરાન સામે ટ્રમ્પે શરત મૂકી છે. ટ્રમ્પે જે વાત કહી એના પર હજું સુધી ઈરાને કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટ્રમ્પે યુદ્ધ રોકવાની વાત એવા સમયે કરી છે જ્યારે આ યુદ્ધમાં 3.7 અબજ ડૉલર ખર્ચાઈ ચૂક્યા છે. સતત છ દિવસ સુધી ચાલતા યુદ્ધમાં માહોલ હવે ગરમાઈ રહ્યો છે એવા સમયે ટ્રમ્પ નરમ પડ્યા છે. 

ટ્રમ્પની સ્પષ્ટ વાત
ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, કોઈ પ્રકારની શરત વગર તે સરેન્ડર નહીં થાય તો ઈરાન સાથે હવે કોઈ સંજોગોમાં વાતચીત કે સમજુતી નહીં થાય, સમાધાન નહીં થાય. આ સાથે તેમણે મેઈક ઈરાન ગ્રેઈટ અગેઈનનો નારો પણ આપ્યો છે. હકીકતમાં ટ્રમ્પ ઈરાનામાં સત્તા પરિવર્તન ઈચ્છે છે. એકવાર એમની પસંદગીના નેતાઓની નિયુક્તિ થઈ જાય તો ઈરાનને બરબાદ થવાથી તે અટકાવશે. એટલું જ નહીં પહેલ કરતા વધારે વિકસિત અને શક્તિશાળી બનાવશે. હકીકત એ પણ છે કે, ટ્રમ્પ ઈરાન પર પોતાનો કંટ્રોલ ઈચ્છે છે. ઈરાનમાં સત્તા પરિવર્તન કરવું મુશ્કેલ છે. સત્તા પરિવર્તન માટે ટ્રમ્પે કોઈ સખત ડેડલાઈન મૂકી નથી. ઈરાન સંપૂર્ણ રીતે સરેન્ડર કરે એવું તેઓ ઈચ્છે છે. 

કોઈ સુપ્રીમ લીડર નહીં
ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તરફી કોઈ સુપ્રીમ લીડર ઊભો ન થાય. ઈરાનના તેલના ભંડારો પર તેઓ ડાયરેક્ટ અમેરિકાનો કંટ્રોલ ઈચ્છે છે. આવા નિયંત્રણ હેઠળ તેઓ યુદ્ધ રોકવા માટે તૈયાર છે. બીજી તરફ ઈઝરાયલે બેહરિન પર અનેક હુમલા કર્યા છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે, યુદ્ધ શરૂ થવાથી લઈને અત્યાર સુધી દરેક રાત ખૂબ જ ભયાનક રહી છે. શોપિંગ વિસ્તારથી લઈને શાક માર્કેટ સુધી તબાહી દેખાઈ રહી છે. માત્ર ઈરાન જ નહીં લેબનનની રાજધાની બૈરૂત પણ ઈઝરાયલના હુમલાથી ધણધણે છે.