નવી દિલ્હીઃ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ હવે દૈનિક જીવનનો એકભાગ બની ગઈ છે. રોકડામાં વ્યવહાર ઓછા થઈ રહ્યા છે એવું બિલકુલ નથી. UPIથી થયેલા ટ્રાંઝેક્શનને લઈને હાલમાં જે આંકડા સામે આવ્યા છે એના પરથી ડિજિટલ પેમેન્ટની રફ્તારને લઈને નવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે. UPI વર્ષ 2016માં લૉંચ થયું હતું, માર્ચ 2026માં આ એપ્લિકેશનને એક દાયકો પૂરો થયો છે. આ સમયગાળામાં એપ્લિકેશને સૌથી મોટો રેકોર્ડ બનાવી દીધો હતો, પણ એપ્રિલ 2026માં આ પેમેન્ટ એપ્લિકેશનની રફ્તાર ધીમી પડી છે. અચાનક UPIથી થતા ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે એના કારણ પણ ચોંકાવનારા જાણવા મળ્યા છે.
આંકડાકીય રિપોર્ટ જાહેર
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર માર્ચ 2026માં ટ્રાન્ઝેક્શન વોલ્યુમ અને વેલ્યુ બન્નેમાં એક મોટો રેકોર્ડ નોંધાયો હતો. આ પછી એક મહિનામાં મોટો ઘટાડો થયો, હવે સવાલ એ થઈ રહ્યો છે કે, શું લોકોએ એકાએક UPIનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું? કે એકાએક ઓછું કરી દીધું? એપ્રિલ 2026માં UPIથી થતા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 1.7 ટકાથી ઘટીને ₹ 29.03 ટ્રિલિયન પર આવી અટકી ગયું હતું. માર્ચ મહિનામાં ₹29.53 ટ્રિલિયનનો કારોબાર થયો હતો. માત્ર વેલ્યુ જ નહીં, ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ઘટીને 22.35 અબજના મથાળે પર આવીને અટકી ગઈ છે. વાર્ષિક આધાર પર મૂલ્યાંકન કરવામાં આવે તો હાલમાં સ્થિતિ મજબૂત મનાય રહી છે.
એક મહિનામાં મોટો ઘટાડો
UPIની સાથે અન્ય ડિજિટલ પેમેન્ટમાં પણ એપ્રિલ 2026માં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર UPI જ નહીં પણ ફાસ્ટેગ અને IMPSમાં ઘટાડો થયો છે. ઈમિડિએટ પેમેન્ટ સર્વિસમાં માસિક ધોરણે 1 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ટ્રાઝેક્શન 362 મિલિયન પર આવીને અટકી ગયા હતા. સરેરાશ મૂલ્ય પણ 5 ટકાથી ઘટીને ₹ 7.01 ટ્રિલિયન થઈ ગયું હતું. ફાસ્ટેગની લેવડદેવડમાં આશરે 1.6 ટકાનો ઘટાડો થયો અને 358 મિલિયન પર આવીને આંકડો અટક્યો, જ્યારે મુલ્ય 2 ટકાથી ઘટીને આશરે ₹ 7,025 કરોડ સુધી પહોંચ્યું હતું. આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. આ માધ્યમથી થતી લેવડદેવડમાં 15 ટકાનો સીધો ઘટાડો થયો છે.
હજુ પણ રોકડને પ્રાથમિકતા
આ ટકાવારી થોડી નાની છે પણ અસર ખૂબ મોટી છે. રૂપિયાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વિષય ચિંતા ઊભી કરનારો અવશ્ય છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, આ ઘટાડો કોઈ મંદીના સંકેત નથી. માર્ચ ઈફેક્ટનું પરિણામ છે. આ સિવાય હજુ પણ ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં રોકડાનો દબદબો છે. જથ્થાબંધ માર્કેટથી લઈને વસ્તુઓની બલ્ક ખરીદીમાં રોકડાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
શાકભાજીથીના સ્ટોકથી લઈને સૌદર્ય સંબંધિત સામગ્રી સુધીમાં જ્યારે મોટો જથ્થો લેવામાં આવે ત્યારે વેપારીઓ હજું પણ રોકડને પ્રાથમિકતા આપી રહ્યા છે. દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ લેવા મહાનગરમાં જ્યાં મોટા જથ્થબંધ માર્કેટ ધમધમે છે ત્યાં હજુ પણ રોકડ વ્યવહારને પ્રાથમિકતા આપવામાં આવે છે.