Sat May 02 2026

Logo

‘પતિ-પત્ની ઔર દો’નું ધમાકેદાર ટ્રેલર રીલિઝ, કોમેડીથી ભરપુર પણ સસ્પેન્સ યથાવત

2026-05-02 21:30:20
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આયુષ્માન ખુરાના, સારા અલીખાન, રકુલ પ્રિતસિંહ અને વમિકા ગબ્બીની ફિલ્મ'પતિ-પત્ની ઔર દો'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના વન વિભાગનો મોટો અધિકારી છે.કંઈક હટકે ફિલ્મને લઈને હંમેશા આવતા આયુષ્માનનો આ ફિલ્મમાં એક અલગ અવતાર જોવા મળશે. મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર જોરદાર બનાવ્યું છે. જે રીતે ડાયલોગ્સ ટ્રેલરમાં પડઘાય છે એના પરથી એટલું કહી શકાય કે, ફિલ્મમાં કોમેડી સુપરડુપર રહેવાની છે. રિલેશનશીપને લઈને ફસાયેલા પાંડેજી (આયુષ્માન) સામે જેમ ફ્રેમ બદલે એમ પડકારો વધે છે. 

કેમેસ્ટ્રી દમદાર


આ ફિલ્મના ટ્રેલરનું લૉંચિગ પણ જંગલમાં રાખવામાં આવ્યું હતું, શનિવારે ફિલ્મની સમગ્ર કાસ્ટ તથા મેકર્સ મુંબઈના સંજય નેશનલ પાર્ક, ટ્રેન સ્ટેશન એરિયામાં પહોંચ્યા હતા અને ફિલ્મનું ટ્રેલર લૉંચ કર્યું હતું.2 મિનિટ 51 સેકન્ડના ટ્રેલરમાં જોરદાર સિક્વન્સ ગોઠવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલર અનુસાર સિક્વન્સમાં આયુષ્માન એકમાત્ર એક્ટર છે જે પરણીત છે. વમિકા ગબ્બી એની પત્ની છે પણ એ સિવાયની બે વ્યક્તિ સાથે એની કેમેસ્ટ્રી દમદાર દેખાઈ રહી છે. ટ્રેલરમાં એના સુખી અને ચિંતામુક્ત લગ્નજીવન તથા સંસારની ઝલક બતાવાઈ છે પણ સિક્વન્સ આગળ વધતા અનેક ભંગાણ પડે છે. આયુષ્માનના ડાયલોગ્સથી શરૂઆત થાય છે પણ બાકીના ડાયલોગ્સ પ્રમાણે દમદાર કોમેડી એક એક ફ્રેમમાંથી દેખાય છે. 

આખું ટ્રેલર સસ્પેન્સથી ભરપુર

આયુષ્માન અને રકુલ વચ્ચે પહેલાથી કંઈક તો ગડબડ છે પણ સારાઅલી ખાનની એન્ટ્રી થાય છે ત્યારે ભાંડો ફૂટે છે પણ હકીકત તો કંઈક અલગ હોય છે, જે ડાયલોગ્સમાંથી સ્પષ્ટ થતું નથી.આખું ટ્રેલર સસ્પેન્સથી ભરપુર છે.પણ ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવશે કે, ખરેખર ફિલ્મની થીમ શું છે. 'ડ્રિમગર્લ'ફિલ્મમાં જે પોલીસ અધિકારી છે એનો રોલ અહીં રીપિટ થયો છે.ફિલ્મી ડ્રામા સાથે વમિકા ગબ્બીનો નવો અવાતર દર્શકોને આકર્ષી રહ્યો છે, જ્યારે રકુલ પ્રિતસિંહ આ ફિલ્મમાં મસ્ત લાગી રહી છે. ત્રણથી ચાર કલાકારોની એક્ટિંગ અપેક્ષિત લાગે છે પણ ફિલ્મની વાર્તા થોડી નબળી દેખાઈ રહી છે. અમુક ફ્રેમમાં જાણે રકુલ અને આયુષ્માન પરાણે એક્ટિંગ કરી રહ્યા હોય એવું લાગે છે. 

ટ્રેલરને સારો એવો રિસપોન્સ

પિક્ચર હજુ બાકી છે એટલે કોઈ એક ફ્રેમમાંથી વાત કરવી યોગ્ય નથી.આ ફિલ્મ 15 મેના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. આ પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'થામા' આવી હતી. જે બોક્સઓફિસ પર ઠીકઠાક રહી હતી. હોરર અને કોમેડી એમ બે ઝોનમાંથી કામ કરીને આવેલા આયુષ્માન માટે ફરીવાર રોમેન્ટિક સાથે કોમેડી ફિલ્મ કરવાનો આ ચાન્સ હતો. ફિલ્મના ટ્રેલર પરથી એટલું કહી શકાય છે કે ફિલ્મ કોમેડી રહેવાની છે. વનખાતાની વાત છે એટલે ફિલ્મમાંથી કંઈક મેસેજ મળશે એવું દર્શકો માની રહ્યા છે. આ ટ્રેલરને સારો એવો રિસપોન્સ પણ મળી રહ્યો છે.