Sun May 03 2026

Logo

અમદાવાદમાં આરટીઓ એકશનમાં, 3600 ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્‍ડ

2026-05-03 20:31:07
Author: Chandrakant Kanojia
Article Image

અમદાવાદ : અમદાવાદ શહેરમાં  બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે. જેમાં આરટીઓ વિભાગે રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો અને અકસ્માત સર્જવો વગેરે કેસોને ધ્યાનમાં લઈને વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ  રદ્દ કર્યા છે. 

આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત જાહેર કરવામાં આવી હતી. જે મુજબ શહેરના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમ કે, વર્ષ 2024: 2,377 લાયસન્સ, વર્ષ 2025: 1,015 લાયસન્સ અને વર્ષ 2026 (માર્ચ સુધી): 286 લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. 

આરટીઓએ  ફોર-વ્હીલર ચાલકો પર પણ કાર્યવાહી કરી 

આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે  ફોર-વ્હીલર ચાલકો પણ આરટીઓની કાર્યવાહીની ચપેટમાં આવ્યા છે.